ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહેબૂબા મુફ્તી મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ થયા હાજર - ED સમક્ષ હાજર

મની લોન્ડરિંગના મામલે પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને સ્થાનિક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થવા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મહેબૂબાએ EDના અધિકારીઓને દિલ્હીને બદલે શ્રીનગરમાં પૂછપરછ કરવાની વિનંતી કરી હતી.

મહેબૂબા મુફ્તી મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ થયા હાજર
મહેબૂબા મુફ્તી મની લોન્ડરિંગ કેસમાં ED સમક્ષ થયા હાજર

By

Published : Mar 25, 2021, 2:23 PM IST

  • મુફ્તી ગુરુવારે સવારે 11 વાગ્યે રાજબાગની ED ઑફિસ પહોંચ્યા
  • દિલ્હીની જગ્યાએ શ્રીનગરમાં પૂછપરછ કરવામાં આવે: મુફ્તી
  • દિલ્હી હાઈકોર્ટે 19 માર્ચે અપાયેલા સમન્સને રદ કરવાની ના પાડી

શ્રીનગર: મની લોન્ડરિંગ કેસમાં પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુફ્તી મની લોન્ડરિંગ મામલે ગુરુવારે સવારે 11 વાગ્યે રાજબાગની ED ઑફિસ પહોંચ્યા હતા. પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ સોમવારે દિલ્હીમાં એજન્સી સમક્ષ હાજર થયા ન હતા. મુફ્તીએ કહ્યું કે, તેમની પાસે પહેલાથી જ કેટલાક કાર્યક્રમો છે જે રદ કરી શકે તેમ નથી.

આ પણ વાંચો:ભાજપ નેતા PVS શર્મા સામે મની લોન્ડરીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

મુફ્તીએ ઈડીના અધિકારીઓને કરી વિનંતી

તેમણે EDના અધિકારીઓને વિનંતી કરી હતી કે, દિલ્હીની જગ્યાએ શ્રીનગરમાં તેની પૂછપરછ કરવામાં આવે અને આ મારી માંગણી સ્વીકારવામાં આવે. જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવ્યા બાદ, એક વર્ષ કરતાં વધુ સમય સુધી નજરબંધ રહ્યા પછી 61 વર્ષીય નેતાને ગયા વર્ષે નજરબંધીમાંથી છોડવામાં આવ્યા હતા. તેમને દિલ્હીમાં EDના મુખ્ય મથક ખાતે હાજર થવા માટે નોટિસ આપવામાં આવી હતી.

આ પણ વાંચો:ગોંડલમાં વ્યાજખોરો વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ મુજબનો ગુનો નોંધાયો

મહેબૂબાએ સમન્સને રદ કરવા જણાવ્યું

મહેબૂબા મુફ્તીએ કોર્ટને આ કેસમાં આપવામાં આવેલા સમન્સને રદ કરવા જણાવ્યું હતું. જ્યારે, દિલ્હી હાઈકોર્ટે 19 માર્ચે અપાયેલા સમન્સને રદ કરવાની ના પાડી હતી.

ABOUT THE AUTHOR

...view details