ગુજરાત

gujarat

By

Published : Feb 15, 2022, 5:45 PM IST

ETV Bharat / bharat

Money Laundering Case Against Dawood: મુંબઈમાં ડી કંપની સાથે જોડાયેલા અંડરવર્લ્ડના ઠેકાણાઓ પર EDની કાર્યવાહી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ડી કંપની સાથે જોડાયેલા અંડરવર્લ્ડના ઠેકાણાઓ (D Company's underworld locations In India) પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં કુલ 10 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. EDના અધિકારીઓ દાઉદની બહેનના ઘરે પણ પહોંચ્યા હતા.

Money Laundering Case Against Dawood: મુંબઈમાં ડી કંપની સાથે જોડાયેલા અંડરવર્લ્ડના ઠેકાણાઓ પર EDની કાર્યવાહી
Money Laundering Case Against Dawood: મુંબઈમાં ડી કંપની સાથે જોડાયેલા અંડરવર્લ્ડના ઠેકાણાઓ પર EDની કાર્યવાહી

મુંબઈ: મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Money Laundering Case Against Dawood) મંગળવારે મુંબઈમાંઅંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકોના ઠેકાણાઓ (D Company's underworld locations In India) પર દરોડા પાડ્યા હતા. EDના અધિકારીઓ મુંબઈમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની બહેન (Sister of gangster Dawood Ibrahim) હસીના પારકરના ઘરે પણ પહોંચ્યા હતા. EDની આ કાર્યવાહી રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા નોંધાયેલી FIR (National Investigation Agency)ના આધારે કરવામાં આવી રહી છે.

મહારાષ્ટ્રમાં સંગઠિત અપરાધ જૂથ ચલાવી રહ્યો છે દાઉદ

EDની FIRમાં જણાવવામાં આવ્યું છે કે, દાઉદ ઈબ્રાહિમ મહારાષ્ટ્ર અને તેની આસપાસ સંગઠિત અપરાધ જૂથ (Organized crime group of dawood) ચલાવી રહ્યો છે. મની લોન્ડરિંગના કેસમાં એક રાજકારણીનું નામ જોડાયેલું છે. યુએપીએ હેઠળ ડી કંપનીના ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ સામે કેસ નોંધાયેલા છે. NIA પણ આ અંતર્ગત કાર્યવાહી કરી રહી છે.

આ પણ વાંચો:કુખ્યાત દાઉદ ઈબ્રાહિમનો સાગરિત દાનિશ ચિકના કોટાથી ઝડપાયો

દાઉદ પર કાર્યવાહી કરવા માટે નવી યોજના

ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ પર કાર્યવાહી કરવા માટે નવી યોજના તૈયાર કરવામાં આવી છે. આ અંતર્ગત હવે NIAને દાઉદ ઈબ્રાહિમ સાથે જોડાયેલા કેસો (Cases involving Dawood Ibrahim)ની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા કેન્દ્રીય તપાસ એજન્સીને અંડરવર્લ્ડના પંજાબ કનેક્શન (Punjab connection of the underworld)ની જાણકારી મળી હતી. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI પંજાબમાં અસ્થિરતા ફેલાવવા માટે અંડરવર્લ્ડનો સહારો લઈ રહી હોવાનું બહાર આવ્યું હતું.

આ પણ વાંચો:અન્ડરવર્લ્ડ ડોન દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના 2 વકીલોને મળી 6 સંપત્તિ

1993 બ્લાસ્ટના આરોપી અબુ બકરની ધરપકડ

સૂત્રોના જણાવ્યા અનુસાર, અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા લોકો મોટા પાયે મુંબઈથી પંજાબમાં પૈસા લઈ જાય છે. આ મહિનાની શરૂઆતમાં, તપાસકર્તાઓએ 1993 બ્લાસ્ટના આરોપી અબુ બકર (Abu Bakar accused of 1993 blasts)ની ધરપકડ કરી હતી. 29 વર્ષથી ફરાર અબુ દાઉદનો નજીકનો સાથી હોવાનું કહેવાય છે. અબુની સંયુક્ત આરબ અમીરાત (UAE)માં ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details