ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Gang Rape In Buxar: પ્રજાસત્તાક દિવસ પર શાળાએ જતી વિદ્યાર્થીની સાથે ગેંગરેપ, ત્રણ આરોપીઓની ધરપકડ - બિહારમાં 14 વર્ષની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ

બિહારના બક્સરમાં પ્રજાસત્તાક દિવસ પર શાળાએ જતી એક વિદ્યાર્થીની ત્રણ લોકોની હવસનો શિકાર બનાવી હતી. બદમાશોએ વિદ્યાર્થીનીનું રસ્તામાંથી અપહરણ કર્યું અને પછી દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ

પ્રજાસત્તાક દિવસ પર શાળાએ જતી વિદ્યાર્થી
પ્રજાસત્તાક દિવસ પર શાળાએ જતી વિદ્યાર્થી

By

Published : Jan 27, 2023, 8:12 PM IST

બક્સર: બિહારના બક્સરમાં 14 વર્ષની વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના સામે આવી હતી. બદમાશોએ વિદ્યાર્થીનીનું રસ્તામાંથી અપહરણ કર્યું અને પછી દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો. જે મામલે પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

14 વર્ષની વિદ્યાર્થીની સાથે ગેંગરેપ:સિકરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 14 વર્ષની વિદ્યાર્થીની 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન ત્રણ બદમાશોએ વિદ્યાર્થીનીને રસ્તામાં રોકી અને તેને ઉઠાવીને એક રૂમમાં લઈ ગયા હતા. અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને પછી ફરાર થઈ ગયા હતા. વિદ્યાર્થીની ઘરે જઈને પરિવારજનોને સમગ્ર ઘટના જણાવી હતી. વિદ્યાર્થીની મામલો પ્રકાશમાં આવ્યા બાદ ઝડપી કાર્યવાહી કરતા પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ઘટનાની તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:CCTV of Attack : જામનગરમાં મહિલાઓ પર હુમલા, CCTV જૂઓ

ત્રણ લોકોએ એકસાથે દુષ્કર્મ કર્યું: પીડિત વિદ્યાર્થિનીના જણાવ્યા અનુસાર 26 જાન્યુઆરીએ જ્યારે તે સ્કૂલ જઈ રહી હતી, ત્યારે બદમાશોએ વિદ્યાર્થીનીનું રસ્તામાંથી અપહરણ કર્યું હતું. ત્યારબાદ એક રૂમમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ કર્યો હતો. વિદ્યાર્થીએ જણાવ્યું કે જ્યારે તેની તબિયત બગડવા લાગી ત્યારે બધા ભાગી ગયા. જે બાદ તે ઘરે પહોંચી અને તેના પરિવારજનોને સમગ્ર હકીકત જણાવી હતી. આ પછી પરિવારજનો મહિલા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:Pune Crime: પુણેમાં મોટી બહેને નાની બહેનની છેડતી કરતાં કેસ દાખલ કર્યો

આરોપીઓની પૂછપરછ:એસપી મનીષ કુમારે જણાવ્યું હતું કે "સિકરૌલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર સાથે ગેંગરેપની માહિતી મળી છે. મહિલા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આગળની કાર્યવાહી ચાલુ છે. આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુનેગારોને છોડવામાં આવશે નહીં."

આ પણ વાંચો:Surat Crime News : સલાહ આપવી કમ્પાઉન્ડરને ભારે પડી, સીસીટીવીમાં ઝીલાયાં મારના દ્રશ્યો

ABOUT THE AUTHOR

...view details