બિહાર : સમાજની અંદર જો કોઈ છોકરી સાથે કંઈક ખોટું થાય છે, તો સૌથી પહેલા તે તેના પરિવાર પાસેથી મદદની આશા રાખે છે. દરેક છોકરી સૌથી પહેલા પોતાની વ્યથા તેના માતા-પિતાને જણાવે છે, પરંતુ જો કોઈ છોકરીના પિતા અને કાકા તેની પુત્રીના કપડા લૂંટવાના ઈરાદે(Molestation with girl in samastipur) હોય અને તેની માતા પણ તેમાં સામેલ હોય તો તે છોકરીએ શું કરવું જોઈએ. બિહારના સમસ્તીપુરથી આવા હૃદયને હચમચાવી દે તેવા સમાચાર સામે આવ્યા છે, જેને સાંભળીને દરેક વ્યક્તિ હેરાન થઈ જશે. આ ઘટના જિલ્લાના સિંઘિયા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામની છે.
રોજ 20થી 25 લોકો કરે છે દૂષકર્મ - સમાજને શરમાવનારો આ આખો મામલો બળાત્કાર સાથે જોડાયેલો છે. જેનો ખુલાસો પીડિતાએ પોતે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર કર્યો છે. વીડિયોમાં પીડિત યુવતી કહી રહી છે કે દરરોજ 20થી 25 લોકો તેનો રેપ કરે છે. પિતા અને કાકા પણ એવું જ કરે છે. પોલીસ સ્ટેશનમાંથી પોલીસ આવે છે, તે જ કામ કરે છે. પીડિતાએ રેકોર્ડ કરેલો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પીડિતા દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ તેની સાથે બળજબરી કરતો જોવા મળી રહ્યો છે.
બાળકીની માતા પણ દુષ્કર્મમાં સામેલ -આશ્ચર્યની વાત એ છે કે આ દુષ્કર્મમાં બાળકીની માતા પણ સામેલ છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે તેના પિતા અને માતા પૈસા માટે અન્ય લોકો સાથે બળાત્કાર કરાવે છે. જ્યારે તે ના પાડે છે, ત્યારે તેને ખૂબ માર મારવામાં આવે છે. પીડિતાએ એમ પણ જણાવ્યું કે તેની માતા ઘરે દારૂ વેચે છે. પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘરે આવે છે, દારૂ પીવે છે અને મારી સાથે ગંદું કામ કરે છે. પંચાયતના પૂર્વ પ્રમુખ પણ દારૂ પીને આવું જ કરે છે. પીડિતાએ વિનંતી કરી છે કે તેને સુરક્ષિત રાખવામાં આવે નહીંતર આ લોકો તેને મારી નાખશે. તેને મારી નાખવાની યોજના છે.
સમસ્તીપુર પોલીસ એક્શનમાં આવી - આ જ સમયે, વીડિયો વાયરલ થયા બાદ સમસ્તીપુર પોલીસ એક્શનમાં આવી. આ પછી મહિલા પોલીસ બાળકી તેમજ તેના માતા અને પિતાને પોતાની સાથે રોસડા લઈ ગઈ હતી. આ બાબતે મહિલા પોલીસ સ્ટેશનના વડા પુષ્પલતા પણ રોસડા પહોંચ્યા હતા અને યુવતીનું નિવેદન નોંધ્યું હતું. પોલીસે બાળકીના માતા-પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. સમગ્ર મામલે એસપી હૃદયકાંતે રોસડા એસડીપીઓને તપાસના આદેશ આપ્યા છે.
માતા-પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ - મામલા અંગે રોસડા એસડીપીઓ શહરયાર અખ્તરે જણાવ્યું હતું કે, પૈસા માટે છોકરી સાથે કથિત રીતે ધંધો કરવાના આરોપમાં માતા-પિતા સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ સિંઘિયા પોલીસ સ્ટેશનના એએસઆઈ મનોજ કુમાર ચૌધરી સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. યુવતીને મહિલા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મેડિકલ તપાસ માટે મોકલવામાં આવી છે.