ગુજરાત

gujarat

ETV Bharat / bharat

60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ - Police Investigation In Minor Rape Case

પશ્ચિમ ચંપારણમાં એક સગીરા પર દુષ્કર્મ કર્યા બાદ પંચાયતે (Molestation of Minor in Bagaha) તેની આબરૂની કિંમત રૂપિયાં 2 લાખ ચૂકવ્યા (Rape Case In Bihar) હતા, જ્યારે પરિવારજનોએ અવાજ ઉઠાવ્યો ત્યારે તેમને ડરાવવામાં આવ્યા હતા.

60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ
60 વર્ષીય વૃદ્ધે સગીરાને બનાવી ગર્ભવતી, પંચાયતે આબરૂની કિંમત લગાવી 2 લાખ

By

Published : Apr 11, 2022, 2:34 PM IST

બેતિયા(બિહાર):પશ્ચિમ ચંપારણ જિલ્લાના બગાહામાં એક સગીરા પર દુષ્કર્મનો (Molestation of Minor in Bagaha) મામલો સામે આવ્યો છે. એવું કહેવાય છે કે, સંબંધના 60 વર્ષીય વૃદ્ધે પાડોશી સગીરા સાથે દુષ્કર્મ કર્યુ (Rape Case In West Champaran) હતુ અને મામલો દબાવવા માટે પીડિતાના પરિવાર પર દબાણ કરવામાં આવ્યું હતું અને પંચાયત પણ કરાવી હતી. નવાઈની વાત એ છે કે, પંચાયતે સગીરાની આબરૂની (Rape with a minor in West Champaran) કિંમત 2 લાખ રૂપિયા લગાવી અને મામલો દબાવી દેવામાં આવ્યો. આ મામલો જિલ્લાના ભૈરોગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

આ પણ વાંચો:Gang rape : બેંગ્લોરમાં સગીરા પર સામૂહિક બળાત્કાર, 6ની કરાઇ ધરપકડ

આબરૂની કિંમત 2 લાખ: ગ્રામ્ય પંચોએ સગીરા બાળકી પર દુષ્કર્મ (Minor Girl Rape Case) ગુજારવાના કેસમાં પંચાયતી કરતી વખતે સગીરા બાળકીના આબરૂ માટે બે લાખ રૂપિયા મૂક્યા. ચોંકાવનારી વાત એ છે કે, આરોપીએ પંચોની (Minor Girl Rape Case In Bagaha) સામે પંચનામા તૈયાર કર્યા છે, જેમાં તેણે પોતે બાળકી પર દુષ્કર્મ કર્યાની કબૂલાત કરી છે. 60 વર્ષના આરોપીએ પંચો સમક્ષ પોતાની ભૂલો સ્વીકારી છે, તેણે દંડ તરીકે 2 લાખ રૂપિયા ચૂકવવા પણ સંમતિ આપી છે, આ મુદ્દો લગભગ 6 મહિના જૂનો છે.

દુષ્કર્મ બાદ સગીરા ગર્ભવતીઃપીડિતાનું કહેવું છે કે, સંબંધના વૃદ્ધે તેના પરિવારને સમાચાર મોકલ્યા (Rape Case In Bihar) કે, તેના ઘરે કોઈ નથી. ખોરાક રાંધવા માટે તેના પિતાની મંજૂરી સાથે બોલાવી, ત્યારબાદ પગની માલિશ કરવાનું કહ્યું અને તેની સાથે બળજબરીથી સંબંધ બાંધ્યો હતો, બાદમાં તે ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું હતું. જેનો યુવતીના પરિવારજનોએ થોડા દિવસો બાદ ગર્ભપાત કરાવ્યો હતો. જોકે મામલો લોકો સુધી ન પહોંચે તે ડરથી યુવતીના પરિવારજનોએ ચુપકીદી સેવી હતી.

ફરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન: સાથે જ પરિવારનું કહેવું છે કે, ઘટનાના થોડા દિવસો બાદ આરોપીઓએ ફરીથી સંબંધ બાંધવાનો પ્રયત્ન કર્યો. યુવતીના ના પાડવા પર તેને ડરાવવા-ધમકાવવા લાગ્યો, ત્યારે યુવતીએ સમગ્ર ઘટનાની જાણ તેના પરિવારના સભ્યોને કરી, જે બાદ તેઓ અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

આ પણ વાંચો:Honeytrap Case in Surat: પોલીસ દ્વારા મુકવામાં આવેલા સજેસન બોક્સના આધારે થયો હનીટ્રેપનો પર્દાફાશ

2 લાખમાં મામલો થાળે પાડ્યો:ગામના લોકોને આ વાતની જાણ થતાં જ ગ્રામજનોએ પંચાયત બનાવી અને આ પંચાયતમાં પંચોએ તાલિબાની ચુકાદો સંભળાવતા 2 લાખમાં મામલો થાળે પાડ્યો હતો. આ પછી પીડિતાના પરિવારજનોએ મહિલા પોલીસ સ્ટેશનમાંથી અરજી પાછી ખેંચી (Police Investigation In Minor Rape Case) લીધી હતી. તેમજ એસપી કિરણ કુમાર ગોરખે તાત્કાલિક કાર્યવાહી કરીને એસએચઓ ઉમાશંકર માઝીને સસ્પેન્ડ કરી દીધા છે.

ABOUT THE AUTHOR

...view details