ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોહિની એકાદશીના દિવસે બની રહ્યો છે રાજયોગ જેવો સંજોગ, આ રાશીઓના લોકોને થશે મોટો ફાયદો - Vishnu Avtar Mohini

હિન્દુ ધર્મમાં (Hindu Religion Vishnu Avtar) અગિયારસનું એક આગવું મહત્ત્વ છે. આ દિવસે ઘણા લોકો ઉપવાસ (Fast for Ekadashi) રાખે છે. આ વખતે અગિયારસના દિવસે શુભયોગ બનવા જઈ રહ્યો છે. જેનો ફાયદો કુંભ, કન્યા અને મીન રાશીને થવાનો છે. જોકે, ધનપ્રાપ્તિ, યશ અને કીર્તિ માટે જ્યોતિષ-પંડિતો અગિયારસનું વ્રત કરવા માટે કહે છે.

મોહિની એકાદશીના દિવસે બની રહ્યો છે આવા રાજયોગ જેવો સંજોગ, આ રાશીઓના જાતકને થશે મોટો ફાયદો
મોહિની એકાદશીના દિવસે બની રહ્યો છે આવા રાજયોગ જેવો સંજોગ, આ રાશીઓના જાતકને થશે મોટો ફાયદો

By

Published : May 11, 2022, 6:59 PM IST

હૈદરાબાદ:વૈશાખ સુદ એકાદશીને મોહિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. સ્કંધ પુરાણના (Mention in SkandhPuran) વૈષ્ણવ ખંડ અનુસાર આ દિવસે સમુદ્રમંથનમાંથી અમૃત પ્રગટ થયું હતું. હિન્દુ ધર્મની (Hindu Religion Belief) એક માન્યતા અનુસાર આ અગિયારસના દિવસે ભગવાન વિષ્ણુંએ મોહિનીનું (Vishnu Avtar Mohini) સ્વરૂપ લઈને દેવતાઓને અમૃતપાન કરાવ્યું હતું. એક માન્યતા એવી પણ છે કે, દેવાસુર સંગ્રામનો અંત પણ આ દિવસે થયો હતો. આ વખતે મોહિની એકાદશી તારીખ 12 મેના રોજ આવે છે. જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ વખતે આ અગિયારસ પર અનોખો સંજોગ બની રહ્યો છે. ભગવાનને (Lord Vishnu Avtar) આ દિવસે પીળા ફૂલ, પંચામૃત અને તુલસીનું પાન અર્પણ કરવાથી જીવનમાં લાભ થાય છે.

આ પણ વાચો:ભારતમાં ભગવાન વિષ્ણુની મોહિની સ્વરૂપની મૂર્તિ માત્ર બે જ જગ્યાએ, જેમાંથી એક સુરતમાં

રાજયોગ સમાન યોગ: ગ્રહોની વિશેષ સ્થિતિથી રાજયોગ સમાન યોગ બની રહ્યો છે. મોહિની એકાદશીને ભગવાન વિષ્ણુનો પ્રિય દિવસ માનવામાં આવે છે. જે તારીખ 12 મેના રોજ ઉજવાશે. એકાદશીનો પ્રારંભ તારીખ 11 મેના રોજ સાંજે 7.31 વાગ્યાથી થશે. જે તારીખ 12 મે ગુરૂવારે સાંજે 6.51 વાગ્યે પૂર્ણ થશે.આ દરમિયાન કોઈ પણ શુભ મૂહુર્તમાં સારૂ કામ કરી શકાય છે. મોહિની એકાદશીના દિવસે ચંદ્ર કન્યા રાશીમાં પ્રવેશ કરશે. જ્યારે શનિ કુંભ અને ગુરૂ મીન રાશીમાં બીરાજમાન થશે. ખાસ તો ભગવાન વિષ્ણુંના અવતારની પૂજા કરી શકાશે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુંની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કર્યા બાદ સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. એ પછી પ્રભુ શ્રી રામની આરાધના કરવામાં આવે છે.

ધનપ્રાપ્તિ માટે આટલું કરી શકાય:પ્રભુ શ્રી રામનું ધ્યાન ધરવાથી અને મંત્રોચ્ચાર સાથે રામની પૂજા કરવાથી આર્થિક રીતે પણ લાભ થાય છે. આ દિવસે ઉપવાસ અને ફળાહાર કરવામાં આવે તો અવશ્ય લાભ થાય છે. શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ દિવસ અન્નદાન કરવાથી જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે. આ દિવસે ગુસ્સો ન કરવો જોઈએ અને વિશેષ પૂજા કરવી જોઈએ. અગિયારસનું વ્રત કરવાથી ઘરમાંથી નેગેટિવિટી દૂર થાય છે. સતત આ દિવસે ઉપવાસ કરવાથી ધનપ્રાપ્તિ, યશ,વૈભવ અને કીર્તિ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ-શાંતિ જળવાય છે. મોહિની એ ભગવાન વિષ્ણુનો એકમાત્ર સ્ત્રી અવતાર છે. આમાં, એમને એવી સ્ત્રીના સ્વરૂપમાં બતાવાયા છે જે દરેકને મોહિત કરી શકે છે. તેના પ્રેમમાં વશ થઈને જે તે વ્યક્તિ બધું ભૂલી જાય છે. આ અવતારનો ઉલ્લેખ મહાભારતમાં પણ છે. સમુદ્ર મંથન સમયે જ્યારે દેવતાઓ અને અસુરોએ સમુદ્રમાંથી અમૃત મેળવ્યું હતું. દેવતાઓને ડર હતો કે દાનવો અમૃત પીને અમર થઈ જશે.

આ પણ વાચો:વર્ષની 24 એકાદશીઓમાં સૌથી વધુ પુણ્યશાળી નિર્જળા એકાદશી, જાણો શું છે કથા...

વિષ્ણુંએ આવી યુક્તિથી નાશ કર્યો: પછી સૌ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને આવું થતું અટકાવવા પ્રાર્થના કરી. પછી ભગવાન વિષ્ણુંએ મોહિની તરીકે અવતાર લીધો, દેવતાઓને અમૃત આપ્યું અને રાક્ષસોને મોહિત કર્યા અને તેમને અમર થવાથી રોક્યા. મોહિની અવતારમાં ભગવાન વિષ્ણુજીએ પોતાને પુરૂષમાંથી સ્ત્રીમાં પરિવર્તન કરીને સમગ્ર વિશ્વને રાક્ષસોથી બચાવ્યું હતું. પૌરાણિક કથાઓ અનુસાર ભસ્માસુર એક એવો રાક્ષસ હતો જેણે ભગવાન શિવ પાસેથી એવું વરદાન માંગ્યું હતું. તે જેના માથા પર હાથ મૂકે તે વ્યક્તિ બળીને રાખ થઈ જાય.

શિવને ભસ્મ થતા બચાવ્યા: દંતકથા અનુસાર, ભસ્માસુરે આ શક્તિનો ખોટો ઉપયોગ શરૂ કર્યો અને પોતે શિવને ભસ્મ કરવા ગયો. શિવે વિષ્ણુ પાસે મદદ માંગી હતી. વિષ્ણુએ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતુ. ભસ્માસુરને આકર્ષિત કર્યા અને તેને નૃત્ય માટે પ્રેરિત કર્યા રાક્ષસને નૃત્ય કરાવ્યું. નૃત્ય કરતી વખતે, ભસ્માસુર વિષ્ણુંની જેમ નૃત્ય કરવા લાગ્યો અને યોગ્ય તક જોઈને વિષ્ણુંએ તેના માથા પર પોતાનો જ હાથ મૂકાવી દીધો. જે શક્તિ અને કામના નશામાં હતો. ભસ્માસુર પોતાના વરદાનથી ભસ્મ થઈ ગયો.

ABOUT THE AUTHOR

...view details