- મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક કાર્યક્રમ દરમિયાન ભાગવત બોલ્યા
- હિંદુએ હિંદુ બન્યા રહેવું છે તો ભારતે અખંડ બનવું જરૂરી
- હિંદુ માનનારાઓની સંખ્યા ઓછી થઈ તેથી પાકિસ્તાન બન્યું
ગ્વાલિયર: રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે (RSS Sarsanghchalak mohan bhagwat) કહ્યું છે કે, હિંદુ અને ભારત અલગ ના થઈ શકે. ભારતે ભારત રહેવું છે તો ભારતે હિંદુ બની રહેવું પડશે (india hindu rashtra). હિંદુઓએ હિંદુ રહેવું છે તો ભારતે અખંડ (akhand bharat) બનવું જ પડશે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત મધ્યપ્રદેશના ગ્વાલિયર (mohan bhagwat in gwalior)માં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા.
ભારતની તમામ વાતો ભારતની ભૂમિથી જોડાયેલી છે
તેમણે કહ્યું કે, "આ હિંદુસ્તાન છે અને અહીં પરંપરાથી હિંદુ (Mohan bhagwat on hindu) લોકો રહેતા આવ્યા (traditionally hindu lived in india) છે. જે જે વાતો હિંદુ કહી રહ્યા છે એ તમામ વાતોનો વિકાસ આ ભૂમિમાં થયો છે. ભારતની તમામ વાતો (all the stories of India) ભારતની ભૂમિથી જોડાયેલી છે, સંયોગથી નહીં."
હિંદુઓ વગર ભારત નથી