ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદી આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓ સંબોધશે - 3જા તબક્કાના ચૂંટણી પ્રચાર

આસામ અને બંગાળમાં 2જા તબક્કાના મતદાન પહેલાં વડાપ્રધાન મોદીએ અનેક રેલીઓ કરી છે. આ દરમિયાન તેમણે, મમતા બેનર્જી અને વિરોધી પક્ષો પર જોરદાર નિશાન પણ સાધ્યું હતું.

વડાપ્રધાન મોદી આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓ સંબોધશે
વડાપ્રધાન મોદી આસામ અને પશ્ચિમ બંગાળમાં જાહેર સભાઓ સંબોધશે

By

Published : Apr 3, 2021, 11:11 AM IST

Updated : Apr 3, 2021, 12:59 PM IST

  • પશ્ચિમ બંગાળ અને આસામમાં 3જા તબક્કાનું ચૂંટણી પ્રચાર ચાલું
  • વડાપ્રધાન પશ્ચિમ બંગાળના તારકેશ્વર અને સોનપુરમાં રેલીને સંબોધશે
  • આસામના તામુલપુરમાં ચૂંટણી જાહેરસભા ગજવશે

નવી દિલ્હી:વડાપ્રધાન મોદી ફરીથી પશ્ચિમ બંગાળ અને આસામના 3જા તબક્કાના ચૂંટણી પ્રચાર માટે જાહેરસભાને સંબોધન કરશે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદી આજે શનિવારે પશ્ચિમ બંગાળના તારકેશ્વર અને સોનપુરમાં રેલીને સંબોધન કરશે. તે જ સમયે, તેઓ આસામના તામુલપુરમાં ચૂંટણી જાહેરસભા પણ કરશે.

આ પણ વાંચો:મમતા બેનર્જીએ નામ લીધા વગર લગાવ્યા ભાજપ પર ગંભીર આરોપ

મમતા બેનર્જી અને વિરોધી પક્ષો નિશાન સાધશે

2જા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદી આસામ અને બંગાળમાં આ અગાઉ ઘણી રેલીઓ કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે, મમતા બેનર્જી અને વિરોધી પક્ષો પર જોરદાર નિશાન પણ સાધ્યું હતું.

આસામમાં 3 અને પ.બંગાળમાં 8 તબક્કામાં યોજાશે ચૂંટણી

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની છે જ્યારે આસામમાં તે ત્રણ તબક્કામાં યોજાશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે આસામમાં સતત બીજી વખત સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

Last Updated : Apr 3, 2021, 12:59 PM IST

ABOUT THE AUTHOR

...view details