ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Modi Putin Summit 2021: ભારત-રશિયા વચ્ચે થયા વિવિધ કરારો, 2025 સુધી 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે વાતચીત (Modi Putin Summit 2021) શરૂ થઈ છે. આ પ્રસંગે બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોવિડના પડકારો હોવા છતાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો (bilateral relations between india and russia) અને વ્યૂહાત્મક ભાગીદારી (india-russia strategic partnership)માં કોઈ ફેરફાર થયો નથી. છેલ્લી ભારત-રશિયા વાર્ષિક સમિટ સપ્ટેમ્બર 2019 (india-russia annual summit 2019)માં યોજાઈ હતી, જ્યારે મોદી વ્લાદિવોસ્તોક (pm modi in vladivostok) ગયા હતા. ગયા વર્ષે કોવિડ-19 મહામારીને કારણે સમિટ થઈ શકી નહોતી.

Modi Putin Summit 2021: ભારત-રશિયા વચ્ચે થયા વિવિધ કરારો, 2025 સુધી 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય
Modi Putin Summit 2021: ભારત-રશિયા વચ્ચે થયા વિવિધ કરારો, 2025 સુધી 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય

By

Published : Dec 6, 2021, 8:25 PM IST

  • ભારત-રશિયાના સંબંધોમાં કોઈ ફેરફાર નથી થયો - PM મોદી
  • 2025 સુધીમાં 30 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય
  • મને ભારતનો પ્રવાસ કરીને ખુશી થઈ - વ્લાદિમીર પુતિન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદ હાઉસ ખાતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત (Modi Putin Summit 2021) કરી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "કોવિડના પડકારો છતાં ભારત અને રશિયા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો (bilateral relations between india and russia) અને વ્યૂહાત્મક ભાગીદારી (india-russia strategic partnership)માં કોઈ ફેરફાર થયો નથી. તેમણે કહ્યું કે, કોવિડ સામેની લડાઈમાં બંને દેશો વચ્ચે સહયોગ રહ્યો છે."

2025 સુધી 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય

PM મોદીએ કહ્યું કે, "અમે આર્થિક ક્ષેત્રમાં પણ અમારા સંબંધો (india-russia economic relations) આગળ લઈ જવા માટે લાંબાગાળાની દ્રષ્ટિ અપનાવી રહ્યા છીએ. અમે 2025 સુધીમાં 30 અબજ ડોલરના વેપાર અને 50 અબજ ડોલરના રોકાણનું લક્ષ્ય (russia investment in india) નક્કી કર્યું છે." તેમણે કહ્યું કે, "2021 આપણા દ્વિપક્ષીય સંબંધો માટે ઘણું મહત્વપૂર્ણ વર્ષ છે. આ વર્ષે આપણી 1971ની શાંતિ મિત્રતા અને સહકારની સંધિ (treaty of peace friendship and cooperation 1971)ના 5 દાયકા અને આપણી વ્યૂહાત્મક ભાગીદારીના 2 દાયકાઓ પૂરા થઈ રહ્યા છે."

9 મહિનામાં ભારત-રશિયા વચ્ચે ટ્રેડમાં 38 ટકાનો વધારો

PM મોદીએ કહ્યું કે, "આજે અમારી વચ્ચે થયેલા વિવિધ કરારો (agreement between india and russia)થી આમાં મદદ મળશે. મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ (make in india project) હેઠળ કોર ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન દ્વારા આપણો સંરક્ષણ સહયોગ (india russia defense cooperation) વધુ મજબૂત થઈ રહ્યો છે." તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે, "મને ભારતનો પ્રવાસ (russian president putin in india) કરીને ઘણી જ ખુશી થઈ રહી છે. ગત વર્ષે બંને દેશો વચ્ચે ટ્રેડમાં 17 ટકાનો ઘટાડો થયો હતો, પરંતુ આ વર્ષ પહેલા 9 મહિનામાં ટ્રેડમાં 38 ટકાનો વધારો જોવા મળ્યો છે."

આ પણ વાંચો: Punjab Legislative Assembly Election 2022: કેપ્ટન અમરિંદર સિંહનું એલાન, BJP સાથે મળીને ચૂંટણી લડશે

આ પણ વાંચો: Nagaland firing: અમિત શાહે નાગરિકોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો

ABOUT THE AUTHOR

...view details