ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મોદી જોખમ લઇને નિર્ણય લેવા વાળા વડાપ્રધાન છે: અમિત શાહ - રાજનીતિના સમાચાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વડાપ્રધાન મોદીની સત્તાના 20 વર્ષ પૂર્ણ થવા પર એક ટીવી ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, વિશ્વમાં દેશ માટે કોઈ સન્માન નહોતું, મહિનાઓ સુધી સરકારના આંતરિક વિખવાદમાં ફસાયેલા નીતિવિષયક નિર્ણયો, આવા વાતાવરણમાં વડાપ્રધાન મોદીએ દેશનો કાર્યભાર સંભાળ્યો હતો, આજે તમામ વ્યવસ્થાઓ તેમની જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે.

મોદી જોખમ લઇને ફેસલા લેવા વાળા પીએમ છે: અમિત શાહ
મોદી જોખમ લઇને ફેસલા લેવા વાળા પીએમ છે: અમિત શાહ

By

Published : Oct 10, 2021, 1:43 PM IST

  • વડાપ્રધાન મોદીની સત્તાના 20 વર્ષ પૂર્ણ
  • વડાપ્રધાન મોદીના જીવનનાં પડકારો અંગે શાહે માહીતી આપી
  • આર્થિક સુધારા જેવા નિર્ણયો માત્ર મજબૂત વડાપ્રધાન જ કરી શકે છે - અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદ ટીવી સાથેની મુલાકાતમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીનું જીવન સાર્વજનિક રહ્યું છે. મોદી પ્રશાસનને ખુબજ સારી રીતે જાણે છે. જ્યારે ભાજપને દેશમાં 2 બેઠકો મળી, ત્યારે મોદી ભાજપ ગુજરાતના સંગઠન પ્રધાન બન્યા અને 1987 થી તેમણે સંગઠન સંભાળ્યું. તેમના આગમન બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પ્રથમ ચૂંટણી યોજાઈ હતી, અને પ્રથમ વખત ભાજપ પોતાના દમ પર સત્તા પર આવ્યું હતું.

2003ના બજેટમાં પ્રથમ વખત આદિવાસીઓને અધિકારો અપાયા

ગુજરાતમાં આદિવાસીઓની સૌથી વધુ ઉપેક્ષા કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસે તેમને વોટ બેન્ક તરીકે ઉપયોગ કર્યો, પરંતુ વિકાસ ક્યારેય તેમના સુધી પહોંચ્યો નહીં. 2003 ના બજેટમાં પ્રથમ વખત વડાપ્રધાન મોદીએ તમામ યોજનાઓ ઉમેરી અને તેમને બંધારણ મુજબ અને તેમની વસ્તી પ્રમાણે અધિકારો આપ્યા.

મોદીનું જાહેર જીવન ત્રણ ભાગમાં વહેંચાયેલું

વડાપ્રધાન મોદીના જીવનમાં પડકારો અંગે શાહે કહ્યું કે, તેમના જાહેર જીવનને ત્રણ ભાગમાં વહેંચી શકાય છે. એક, ભાજપમાં જોડાયા પછી તેમનો પ્રથમ સમયગાળો સંગઠનાત્મક કાર્યનો હતો. બીજો સમયગાળો તેમનો મુખ્યપ્રઘાન હતો અને ત્રીજો રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા બાદ વડાપ્રધાન બન્યા. તેમનું જાહેર જીવન આ ત્રણ ભાગોમાં બાંધી શકાય છે. મોદી જોખમ લઈને નિર્ણય લે છે, આ સાચું છે. અમારો ઉદ્દેશ દેશમાં પરિવર્તન લાવવાનો છે. 130 કરોડની વસ્તી ધરાવતું વિશ્વનું સૌથી મોટું લોકશાહી વિશ્વમાં આદરણીય સ્થાન પર લઈ જવાનું છે.

આર્થિક સુધારા જેવા નિર્ણયો માત્ર મજબૂત વડાપ્રધાન જ કરી શકે - અમિત શાહ

યુપીએ સરકારમાં દેશ દરેક ક્ષેત્રમાં નીચે જઈ રહ્યો હતો, વિશ્વમાં દેશ માટે કોઈ સન્માન નહોતું, મહિનાઓ સુધી સરકારના આંતરિક વિખવાદમાં ફસાયેલા નીતિવિષયક નિર્ણયો, આવા વાતાવરણમાં વડાપ્રધાન મોદીએ દેશના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો, આજે તમામ વ્યવસ્થાઓ તેમની જગ્યાએ યોગ્ય રીતે કરવામાં આવી રહી છે. ટ્રિપલ તલાક, વન રેન્ક-વન પેન્શન પર કાયદો લાગુ કરવાની કોઈની હિંમત નહોતી, સર્જિકલ અને એર સ્ટ્રાઈક્સ પર દરેક મૌન હતા, કલમ 370 હટાવવાની કોઈની હિંમત નહોતી, વિવિધ આર્થિક સુધારા જેવા નિર્ણયો માત્ર મજબૂત વડાપ્રધાન જ કરી શકે છે.

આ પણ વાંચો : પેથાપુર કેસમાં શિવાંશની માતાને લઈને મોટો ખુલાસો, સચિનને LCB ઓફિસ લવાયો

આ પણ વાંચો : પેથાપુર મામલે દંપતિને ગાંધીનગર લાવવામાં આવ્યા, પૂછપરછ હાથ ધરાઈ

ABOUT THE AUTHOR

...view details