નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે અહીં ગૃહ પ્રધાન અમિત શાહ સહિત ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે બેઠક યોજી હતી. સરકાર અને સંગઠનમાં ફેરફારની અટકળો વચ્ચે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પણ બેઠકમાં હાજર રહ્યા હતા. પાર્ટીએ વર્ષના અંતમાં યોજાનારી મહત્વપૂર્ણ વિધાનસભા ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.
Narendra Modi: મોદીએ સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી - senior BJP leaders
કર્ણાટકની ચૂંટણી બાદ ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું હોય તેવું જોવા મળી રહ્યું છે. સતત હવે મોદી સરકારના નેતાઓ વધારે એક્ટિીવ જોવા મળી રહ્યા છે. પીએમ મોદી અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વચ્ચે પાર્ટીના સંગઠન અને કેન્દ્રીય કેબિનેટને લઈને બેઠક યોજાઈ હતી. જો કે, આ બેઠક અંગે પક્ષ દ્વારા મીડિયાને કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.
![Narendra Modi: મોદીએ સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી Narendra Modi: મોદીએ સરકાર અને સંગઠનમાં ફેરફારને લઈને ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-06-2023/1200-675-18873084-thumbnail-16x9-m-aspera.jpg)
સરકારમાં ફેરફાર: મીટિંગ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે શાહ, નડ્ડા અને ભાજપના મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર અવારનવાર બેઠકો કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બેઠકમાં બીજેપીના સંગઠન અને સરકારમાં ફેરફાર અંગે ચર્ચા થઈ હતી. વર્ષ 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્રીય મંત્રીઓ ધર્મેન્દ્ર પ્રધાન અને ભૂપેન્દ્ર યાદવને સંગઠનમાં પરત લાવવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપ ટૂંક સમયમાં ગુજરાત અને કર્ણાટકમાં નવા પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરી શકે છે.
કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બેઠકમાં આવનારા 15 થી 20 દિવસમાં કેન્દ્રીય કેબિનેટનું વિસ્તરણ થઈ શકે છે. આ ઉપરાંત મેરા બૂથ- સબસે શક્તિ કાર્યક્રમ પર પણ ચર્ચા થઈ હતી. ચર્ચા મુજબ, અમિત શાહ, જેપી નડ્ડા અને બીએલ સંતોષ આ ફેરફારોને લઈને લાંબા સમયથી એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા હતા. તેઓ માત્ર પીએમ મોદીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છે. આ ફેરફારો 30 જૂન પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે.