- મોદી સરકારે હટાવ્યો ઓગસ્તા વેસ્ટલેન્ડ પરનો પ્રતિબંધ
- કોંગ્રેસ થઈ ગઇ લાલઘૂમ, પૂછ્યું કઇ ગુપ્ત ડીલ થઇ
- રાહુલ ગાંધીએ ટોણો માર્યો, ભ્રષ્ટતા કઇ લોન્ડ્રીમાં ધોવાઈ ગઈ
નવી દિલ્હી: કોંગ્રેસે ( Congress )સોમવારે ઓગસ્તા વેસ્ટલેન્ડની માલિકીની ફિનમેકેનિકા પાસેથી ખરીદી પરના નિયંત્રણો હટાવવાના અહેવાલો પર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. લાલઘૂમ કોંગ્રેસે પ્રશ્ન કર્યો હતો કે મોદી સરકાર અને ફિનમેકેનિકા વચ્ચે "ગુપ્ત ડીલ" શું છે. તો કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ( Rahul Gandhi ) ટોણો માર્યો હતો કે, 'પહેલા ઓગસ્ટા ભ્રષ્ટ હતી, હવે ભાજપ લોન્ડ્રીમાં ધોવાઈને શુદ્ધ થઈ ગઇ!'
ભાજપે જ આ મામલે 450 કરોડની લાંચ લેવાયાનો આક્ષેપ કર્યો હતો
કોંગ્રેસેએ સવાલ કર્યો હતો કે મોદી સરકાર અને ફિનમેકેનિકા વચ્ચે શું 'ગુપ્ત ડીલ' છે. તમને જણાવી દઈએ કે ભારત સરકારે 12 VVI હેલિકોપ્ટરની ખરીદી સાથે સંબંધિત લાંચ અને કથિત રીતે કરારભંગના આરોપોને ( Augusta Westland case) કારણે ફિનમેકેનિકાની બ્રિટિશ કંપની ઓગસ્તા વેસ્ટલેન્ડ સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો. એ સમયે ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધતા સવાલ કર્યો હતો કે શું તેના નેતાઓએ 450 કરોડ રૂપિયાની કથિત લાંચ લીધી છે?
રણદીપ સૂરજેવાલાનું ટ્વીટ
હવે ફિનમેકેનિકા કંપની પાસેથી ખરીદી પરનો પ્રતિબંધ હટાવવાના સમાચાર બાદ કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ( Randeep Surjewala ) ટ્વીટમાં લખ્યું હતું કે, "મીડિયાના મિત્રોએ 2019ની સંસદીય ચૂંટણીમાં મોદી સરકાર દ્વારા લીક કરાયેલા નકલી દસ્તાવેજો બતાવવામાં અને યુપીએ વિરુદ્ધ ખોટા નિવેદનો બનાવવામાં હજારો કલાકો વિતાવ્યાં. શું મીડિયાના આ જ મિત્રો હવે ઓગસ્તા કંપની સાથેના 'ગુપ્ત સોદા' પર મોદી સરકાર સામેે સવાલ ઉઠાવવાની હિંમત કરશે?' સરકાર પર પ્રહાર કરતા સૂરજેવાલાએ કહ્યું કે, "મોદી સરકાર અને ઓગસ્તા/ફિનમેકેનિકા વચ્ચે 'ગુપ્ત ડીલ' શું છે? જે કંપનીને મોદીજી અને તેમની સરકારે 'ભ્રષ્ટ-લાંચ આપતી નકલી કંપની' તરીકે વર્ણવી હતી તે કંપની સાથે વ્યવહાર કરવો શું હવે ઠીક છે? શું નકલી ભ્રષ્ટાચારના ખોટા કાદવને દફનાવવામાં આવી રહ્યો છે? તકસાધુ મોદીજી, દેશ જવાબ માગી રહ્યો છે.
ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ શું છે અને તે ક્યારે સામે આવી હતી
ઓગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર કથિત કૌભાંડ ( Augusta Westland case) ભારત સરકાર દ્વારા ઓગસ્તા વેસ્ટલેન્ડ કંપની પાસેથી ખરીદવાના 12 હેલિકોપ્ટર માટેના સોદાને ( Augusta Westland Helicopter Deal ) લગતું છે. આ બાબત 2013-14માં પ્રકાશમાં આવી હતી. જેમાં ઘણાં ભારતીય નેતાઓ અને સૈન્ય અધિકારીઓ પર ભારે લાંચ લેવાનો આરોપ છે. યુપીએ-વન સરકાર દરમિયાન ઓગસ્તા વેસ્ટલેન્ડથી VVI માટે 12 હેલિકોપ્ટર ખરીદવાનો સોદો થયો હતો. આ ડીલ 3,600 કરોડ રૂપિયાની હતી. જ્યારે 360 કરોડની લાંચનો મામલો સામે આવ્યો ત્યારે યુપીએ-2 સરકારે આ સોદો રદ કર્યો હતો.
આ કેસમાં થયેલી કાર્યવાહી