નવી દિલ્હીઃ મોદી સરકારે દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 4 ટકા વધાર્યુ છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારાનો નિર્ણય કરાયો છે. કેબિનેટના આ નિર્ણયથી 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓને અને 68 લાખ પેન્શર્ન્સને થશે સીધો લાભ.
એરિયર્સ પણ મળશેઃ આજે કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં આ નિર્ણય લેવાયો છે. સુત્રો અનુસાર આ મહિનાના પગારમાં ડીએમાં થયેલા વધારાને ઉમેરવામાં આવશે. પેન્શર્ન્સને પણ આ મહિનેથી જ ડીએ વૃદ્ધિનો લાભ અપાશે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીનું એરિયર્સ પણ મળી શકે છે.
તહેવારમાં ભેટઃ ઓક્ટોબર મહિનામાં તહેવાર શરુ થઈ જાય છે. 24 ઓક્ટોબરે દશેરા છે. આવતા મહિને 12 નવેમ્બરે દિવાળી છે. તહેવારના દિવસોમાં મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને ભેટ આપી છે. આ નિર્ણની સીધી અસર 47 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શર્ન્સને થશે. મોંઘવારીમાં રાહતઃ કેન્દ્ર સરકાર માટે મોંઘવારી મુદ્દે રાહતના સમાચાર આવ્યા હતા. જેમાં છુટક મોંઘવારી દરમાં 5 ટકા ઘટાડો નોંધાયો હતો.
46 ટકા ડીએઃ કેન્દ્ર સરકારે આ વધારો 1 જુલાઈ 2023થી અમલી કર્યો છે. તેનાથી કેન્દ્રીય કર્મચારીઓના પગાર વધશે. 24 માર્ચના રોજ મોંઘવારી ભથ્થુ વધારવામાં આવ્યું હતું. જેના પરિણામે ડીએ 38 ટકાથી વધીને 42 ટકા થઈ ગયું હતું. આજે કરેલા નિર્ણયને પરિણામે ડીએ 46 ટકા થઈ ગયું છે.
અન્ય નિર્ણયોઃ આજે મળેલી કેબિનેટ મીટિંગમાં દરેક દરખાસ્તને મંજૂરીની મહોર મારવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે રેલવે કર્મચારીઓના બોનસને પણ મંજૂર કર્યુ છે. ઘઉના ખરીદીના ભાવમાં પણ 150 રુપિયાનો વધારો કરાયો છે.
- સરકારની મોટી ભેટ, કેન્દ્રીય કર્મચારીઓના DAમાં ચાર ટકાનો વધારો
- 7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, સરકારે LTC સંબંધિત ત્રણ નવા નિયમો લાગુ કર્યા