ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોદી સરકારની મોટી જાહેરાત, મળશે ધરખમ રાહત... - તેલ કંપનીઓ

દેશમાં ઘણા સમયથી લગાતાર પેટ્રોલ અને ડીઝલના (PETROL AND DIESEL) ભાવ પર સરકારે સ્ટ્રાઈક કરી છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી (Excise duty) ઘટાડવાની જાહેરાત કરી હતી, ત્યારે ગુરૂવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 5 અને 10 રૂપિયાનો કરવામાં આવશે.

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો
પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો

By

Published : Nov 3, 2021, 8:20 PM IST

Updated : Nov 3, 2021, 8:59 PM IST

  • પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતે સામાન્ય જનતાનું જીવવું બનાવ્યું મુશ્કેલ
  • દિલ્હીમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટર 110.04 અને ડીઝલની 98.42 પર પહોંચી હતી
  • સરકારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો

ન્યૂઝ ડેસ્ક : દિવાળીની પૂર્વ સંધ્યાએ ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ (PETROL AND DIESEL) પરની એક્સાઈઝ ડ્યુટી (Excise duty) ઘટાડવાની જાહેરાત કરી હતી. ગુરૂવારથી પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અનુક્રમે રૂપિયા 5 અને 10 રૂપિયાનો ઘટાડો થશે.

તેલની વધતી કિંમતથી લોકો સરકારથી નારાજ

મધ્યપ્રદેશના અનુપપૂર જિલ્લામાં પેટ્રોલની કિંમત 122.15 રૂપિયા પ્રતિલિટરને પાર પહોંચી છે. જ્યારે ડીઝલ 112.25 રૂપિયા પ્રતિલિટરને પાર વેચાઈ રહ્યું છે. જ્યારે બાલાઘાટમાં પણ પેટ્રોલની કિંમત 120 રૂપિયા પ્રતિલિટરથી વધુ છે. બાલાઘાટમાં પેટ્રોલની કિંમત 120.96 રૂપિયા જ્યારે ડીઝલ 110.22 રૂપિયા પ્રતિલિટર છે. તેલની કિંમતોમાં (Fuel Price) સતત થઈ રહેલા વધારાના કારણે લોકો સરકારથી નારાજ છે.

શંુ હતી મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત (રૂ. પ્રતિલિટર)

શહેરનું નામ પેટ્રોલ ડીઝલ
અમદાવાદ 106.3 106.10
દિલ્હી 110.04 106.62
મુંબઈ 115.85 106.62
કોલકાતા 110.49 101.56
ચેન્નઈ 106.66 102.59

SMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે

પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

નવા ભાવ ગુરૂવારેથી લાગુ થશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે, ત્યારે નવા ભાવ ગુરૂવારેથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.

Last Updated : Nov 3, 2021, 8:59 PM IST

ABOUT THE AUTHOR

...view details