નવી દિલ્હી : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને લઈને એક મોટા સમાચાર છે. આ યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી છે. પીએમ મોદીએ છત્તીસગઢમાં આની જાહેરાત કરી હતી. કેન્દ્રીયપ્રધાન અનુરાગ ઠાકુરે આ અંગે વધુ માહિતી આપી છે.
81 કરોડ પરિવારને ફાયદો : પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવતાં દેશના 81 કરોડ પરિવારને ફાયદો થશે. આ યોજનાને આગળ વધારવાથી ભારત સરકારને આગામી પાંચ વર્ષમાં 11 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 13.5 કરોડ ભારતીયો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. મોદી સરકારના કાર્યક્રમો અને નીતિઓની આ એક મોટી ઉપલબ્ધિ છે. કોવિડ સંક્રમણ સમયગાળા દરમિયાન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના લાવવામાં આવી હતી. ગઈકાલે એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ યોજના 1 જાન્યુઆરી, 2024 થી આગામી પાંચ વર્ષ માટે લંબાવવામાં આવશે. દેશના તમામ ચિન્હિત કરાયેલા પરિવારોને દર મહિને પાંચ કિલો અનાજ મળશે. 81 કરોડ પરિવારોને તેનો લાભ મળશે. તેવી જ રીતે અંત્યોદયના પરિવારોને દર મહિને 35 કિલો અનાજ મફતમાં મળતું રહેશે...અનુરાગ ઠાકુર (કેન્દ્રીયપ્રધાન)
ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી :આ જાહેરાતને લઇને એકંદરે ભારત સરકાર આગામી પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના માટે 11 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરશે. મળતી માહિતી મુજબ તાજેતરમાં જ પીએમ મોદીએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન આ જાહેરાત કરી હતી.
શું છે આ યોજના : આ યોજના હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી ગરીબોને મફત રાશન આપવામાં આવે છે. આ યોજના આવતા મહિને સમાપ્ત થવાની હતી. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ પાંચ કિલોગ્રામ સબસિડીવાળી ખાદ્ય વસ્તુઓ ઉપરાંત, દર મહિને લાભાર્થી દીઠ પાંચ કિલોગ્રામ મફત અનાજ આપવામાં આવે છે. યોજનામાં ઘણાં સુધારાઓ બાદ ડિસેમ્બર 2022માં, PMGKAY યોજનાને NFSA હેઠળ લાવવામાં આવી હતી જે મફત રાશન પ્રદાન કરે છે. ઠાકુરે કહ્યું કે 16મું નાણાંપંચ ઓક્ટોબર 2025 સુધીમાં તેનો રિપોર્ટ સોંપશે.
- pradhan Mantri Garib Kalyan Yojana: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના ફરી 5 વર્ષ માટે લંબાવાઈ, 75 ટકા ગ્રામજનોને થશે ફાયદો
- PM Modi: આજે ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરશે સંવાદ