- મધ્યપ્રદેશમાં બ્લેક ફંગસની રસીનુ ઉત્પાદન થશે
- એક દિવસમાં 10,000 ડોઝનું નિર્માણ થશે
- પહેલી પ્રાથમિકતા મધ્યપ્રદેશ
ભોપાલ: બ્લેક ફંગસ (Black fungus) દેશના ઘણા રાજ્યોમાં આંતક ફેલાવી રહ્યો છે. આ બિમારીના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. મધ્યપ્રદેશ (Madhy Pradesh)ના ઇન્દોર (Indore) સ્થિત આધુનિક પ્રયોગશાળાઓને બ્લેક ફૂગના ચેપના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરિસિન-બી (Amphotericin-B)નું ઉત્પાદન કરવાનો પરવાનો મળ્યો છે.
1 દિવસમાં 10,000 ડોઝ બનાવાની ક્ષમતા
કંપનીના પ્રમુખ અનિલ ખારીયાએ રવિવારે કહ્યું કે અમે કાચા માલના ઓર્ડર આપ્યા છે. અમારી પાસે દિવસમાં 10,000 ડોઝ બનાવવાની ક્ષમતા છે. માનવામાં આવે છે કે આનાથી રાજ્યમાં કાળી ફૂગની દવાઓની તંગી દૂર થશે.
આ પણ વાંચો : કોરોના તેમજ મ્યુકોરમાઈકોસિસ વચ્ચે નવો ખતરો, બાળકોમાં વધ્યું MIS-Cનું સંક્રમણ