- ગામના સરપંચ પોપટરાવ પવારે ગામને બનાવ્યું આદર્શ ગામ
- ગામમાં પાણીના સ્ત્રોતો સાથે પાણીનું સ્તર પણ વધ્યું
- ગામમાં દૂધની ડેરી અને ઘાસચારાનો સ્ટોર શરૂ કરાયો
- હિવરે ગામને એશિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે
અહમદનગર (મહારાષ્ટ્ર ) :જિલ્લાના અન્ય ગામોની જેમ હિવરે બજાર ગામ પણ અપૂરતી સિંચાઇ સુવિધાઓ, અનિયમિત વરસાદ, કૃષિ ચીજવસ્તુઓના ઓછા ભાવો અને ગામમાં રોજગારની તકોના અભાવ જોવા મળતો હતો. જો કે પોપટરાવ પવારે વિદેશમાં અભ્યાસ કર્યા પછી ગામમાં કામ કરવાના સંકલ્પ સાથે ગામ પરત ફર્યા હતા. ત્યારબાદ તેમણે જોરશોરથી કામ શરૂ કર્યું અને અનેક સુવિધાઓથી વંચિત હિવરે બજાર ગામનું પરિવર્તન કર્યું. આજે ગામ એશિયાના સૌથી ધનિક ગામ તરીકે સ્વતંત્ર ઓળખ સ્થાપિત કરી ચૂક્યું છે.
નિયમિત આરોગ્ય તપાસણી, દારૂ - ગુટકા પર પ્રતિબંધ
આદર્શ ગ્રામ યોજના હેઠળ વન સંરક્ષણ, જમીન સંરક્ષણ, જળ સંરક્ષણ અને પશુપાલન જેવી પ્રવૃત્તિઓ હાથ ધરી હતી. આ સાથે, ગ્રામજનો પાણીની ઉપલબ્ધતાના આધારે પાકની યોજના કરી હતી. વધારે પાણીનો વપરાશ કરનારા પાક વાવવા પર પ્રતિબંધ હોવાના પરિણામે ગામે આ સિદ્ધિ હાંસલ કરી છે. નિયમિત આરોગ્ય તપાસણી, દારૂ અને ગુટકા પર પ્રતિબંધ, રિવાજોથી સંબંધિત વિવિધ નિયમોનું પાલન કરવામાં આવે છે. આ ઉપરાંત બધા તહેવારો ગામમાં સામૂહિક રીતે ઉજવવામાં આવે છે. ગામમાં આર્થિક સમૃદ્ધિને કારણે લોકોમાં આધ્યાત્મિક સમૃદ્ધિ પણ સારી છે. પરિણામે, ગામમાં વ્યસન, ઝગડા અને અન્ય વિવાદની શક્યતા ઓછી જોવા મળે છે.
આ પણ વાંચો:કર્નાટક: ચોકના ટુકડા પર કોતરવામાં આવ્યું રાષ્ટ્રગીત
ગામની અર્થવ્યવસ્થામાં પણ સુધારો
પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે, ગ્રામસભામાં વોટરશેડ વિસ્તાર વિકસાવવાનો વિચાર રજૂ કરવામાં આવ્યો. આખા ગામમાં માત્ર સરકાર પર આધાર રાખ્યા વગર વાસ્તવિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. આજુબાજુની ટેકરીઓ, ડાંગરની જમીનો ઉપર મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરાયું હતું. આ ગામમાં મૃતકના નામ પર અહીં એક વૃક્ષ વાવવામાં આવે છે અને તેનું પાલન પણ કરવામાં આવે છે. વરસાદી પાણીને રોકવા માટે તળાવો ખોદવામાં આવ્યા હતા. થોડા જ વર્ષોમાં, સખત મહેનત દ્વારા વાવેલા વૃક્ષો જંગલની જેમ મોટા અને લીલા બની ગયા છે. ગામમાં પાણીના સ્ત્રોતો સાથે પાણીનું સ્તર પણ વધ્યું છે. આ પદ્ધતિથી ગામને દુષ્કાળથી દૂર કરવામાં મદદ મળી હતી. ગામમાં પાણી આવતાંની સાથે સમૃદ્ધિ આવી અને તેનાથી ગામની અર્થવ્યવસ્થામાં પણ સુધારો થયો.