ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સોમવાર સાંજ સુધી કાશ્મીરમાં ફરી શરૂ કરાશે મોબાઇલ ઇન્ટરનેટ સેવા, ગિલાનીના મોત બાદ લાગી હતી રોક - સૈયદ અલી શાહ ગિલાની

સોમવાર સાંજે કાશ્મીરમાં મોબાઈલ ઈન્ટરનેટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. બુધવારે અલગાવવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધન બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ બંધ કરવામાં આવી હતી.

તબક્કાવાર રીતે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવશે
તબક્કાવાર રીતે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવશે

By

Published : Sep 6, 2021, 3:11 PM IST

  • કાશ્મીરમાં સોમવાર સાંજથી શરૂ થશે મોબાઇલ ઇન્ટરનેટ
  • ગિલાનીના મોત બાદ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી હતી ઇન્ટરનેટ સેવાઓ
  • સ્થિતિ શાંતિપૂર્ણ રહેતા ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાનો નિર્ણય

શ્રીનગર: કાશ્મીરમાં સોમવારે સાંજે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવામાં આવશે તેવું ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા મીડિયા એજન્સીઓને જણાવ્યું હતું. બુધવારે રાત્રે અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના મોત બાદ સાવચેતીના પગલાંરૂપે કાશ્મીરમાં ઈન્ટરનેટ અને વોઈસ કોલિંગ સેવાઓ પર રોક લગાવવામાં આવી હતી.

શુક્રવારના જ શરૂ કરી દેવાઈ હતી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા

શુક્રવારે ગિલાનીના મોત પણ સ્થિતિ શાંતિપૂર્ણ રહેતા વોઇસ કોલિંગ અને બ્રોડબેન્ડ ઇન્ટરનેટ ફરી શરૂ કરવામાં આવ્યું હતું. જો કે મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ ચાલું રાખવામાં આવ્યો હતો.

ગિલાનીના મોત બાદ ઘાટીમાં કોઈ અનિચ્છનીય ઘટના નથી બની

ઘાટીમાં પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ તબક્કાવાર રીતે ઈન્ટરનેટ કનેક્ટિવિટી ફરી શરૂ કરવામાં આવી રહી હોવાનું પોલીસ દ્વારા જણાવવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગિલાનીના મૃત્યુ બાદ ઘાટીમાં કોઈ અનિચ્છનીય ઘટના જોવા મળી નથી.

વધુ વાંચો: અલગાવવાદી નેતા ગિલાનીના મૃત્યુ પર શોક પાળશે પાડોશી દેશ

વધુ વાંચો: જમ્મુ કાશ્મીરના હુરિયત નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું નિધન

ABOUT THE AUTHOR

...view details