પારલાખેમુંડી, ઓડિશા:ગજપતિ જિલ્લામાં મંગળવારે લગભગ 200 લોકો બળજબરીથી એક પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. આ તોડફોડ દરમિયાન પોલીસકર્મીઓએ રોષે ભરાયેલા લોકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા આઠ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ બાદ, બે ઈજાગ્રસ્તોને નજીકની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સ્થાનિક યુવકની ગાંજાની તસ્કરીના આરોપમાં ધરપકડકરવામાં આવી (ganja smuggling case) હતી. આ ઘટના સામે આજે મંગળવારે સ્થાનિક લોકોએ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હતો. Mob thrashes cops inside police station
ટોળાએ પોલીસ સ્ટેશન પર કર્યો હુમલો, અનેક પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત - પોલીસકર્મીઓ પર હુમલો
ઓડિશાના ગજપતિ જિલ્લામાં મંગળવારે લગભગ 200 લોકો બળજબરીથી પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતા. ગાંજાની દાણચોરી (ganja smuggling case) માટે સ્થાનિક યુવકની ધરપકડના વિરોધમાં પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં 8થી 10 પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. Mob thrashes cops inside police station
ગાંજાના આરોપમાં ધરપકડ :અધિકારીએ કહ્યું કે, "વિરોધીઓ પોલીસ સ્ટેશનના મુખ્ય દરવાજામાં પ્રવેશ્યા અને તેઓએ પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી અને તોડફોડ કરી (protesters ransacked in police station) હતી. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેઓ બધા પાસે હથિયારો હતા. આ દરમિયાન, ઓછામાં ઓછા સાત આઠ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા." વરિષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા તોફાન કરનારાઓને શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. દેખાવકારોનો આરોપ છે કે, પોલીસે સોમવારે રાત્રે જર્નાપુર ગામના એક યુવકની ખોટા આરોપમાં ધરપકડ કરી હતી, યુવકને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.