ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આજે સાંજે 4 વાગે યોગીનું 'રાજતિલક' થશે, બીજી વખત લેશે મુખ્યપ્રધાન પદના શપથ

આજે સતત બીજી વખત યોગી આદિત્યનાથ (Yogi Adityanath will take oath) ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. હાલમાં જ પૂર્ણ થયેલી યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધને કુલ 403 બેઠકોમાંથી 273 બેઠકો જીતી હતી અને ભાજપને સતત બીજી વખત જનાદેશ મળ્યો હતો. ઉત્તર પ્રદેશમાં લાંબા સમય બાદ કોઈ પક્ષ સતત બીજી વખત સત્તામાં આવ્યો નથી.

By

Published : Mar 25, 2022, 10:46 AM IST

આજે સાંજે 4 વાગે યોગીનું 'રાજતિલક' થશે, બીજી વખત લેશે મુખ્યપ્રધાન પદના શપથ
આજે સાંજે 4 વાગે યોગીનું 'રાજતિલક' થશે, બીજી વખત લેશે મુખ્યપ્રધાન પદના શપથ

લખનઉ:બીજેપી વિધાયક દળની બેઠકમાં યોગી આદિત્યનાથને (Yogi Adityanath will take oath) ફરી એકવાર સર્વસંમતિથી ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. યોગી આદિત્યનાથ સતત બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે. નિરીક્ષક તરીકે આવેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન રઘુબર દાસની હાજરીમાં યોગીને વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બીજેપી વિધાયક દળના સૌથી વરિષ્ઠ સભ્ય સુરેશ કુમાર ખન્નાએ યોગીના નામનો પ્રસ્તાવ મૂક્યો, જેના પર તમામ ધારાસભ્યો સહમત થયા હતા. આ પછી અમિત શાહે યુપીના આગામી મુખ્યપ્રધાન તરીકે યોગી આદિત્યનાથના નામની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો:CM યોગીના શપથ ગ્રહણ સમારોહના મંચ પર PM મોદી સાથે 62 VVIP નો સમાવેશ

આજે યોગી આદિત્યનાથ શપથ લેશે :ભાજપના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ યોગી આદિત્યનાથ (Yogi Adityanath will take oath) રાજભવન પહોંચ્યા અને રાજ્યપાલ આનંદીબેન પટેલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. આજે લખનઉના અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં યોગી કેબિનેટનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાનાર છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય પ્રધાનઓ, ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ અને વિવિધ ક્ષેત્રની અગ્રણી હસ્તીઓ સામેલ થશે.

PM મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી :યોગી આદિત્યનાથે (Yogi Adityanath will take oath) બીજેપી વિધાયક દળની બેઠકમાં પોતાના ભાષણમાં કહ્યું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને બહુમતી મળી અને પાર્ટીના સમર્થનથી યુપીમાં ઈતિહાસ રચ્યો છે. તેમણે કહ્યું કે, સૌથી પહેલા હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહપ્રધાન અમિત શાહ અને રઘુબર દાસ અને સમગ્ર પાર્ટીનો આભાર વ્યક્ત કરું છું. મને ઉત્તર પ્રદેશમાં 5 વર્ષ સેવા કરવાની તક આપ્યા બાદ હું ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયો છું. હું આ ઓફરને માન આપું છું. આ પહેલીવાર છે જ્યારે કોઈ મુખ્યપ્રધાનને ફરીથી મુખ્યપ્રધાન બનાવવામાં આવે છે.

યોગીએ કહ્યું દરેક યોજના જનતાને સમર્પિત કરી છે :યોગીએ કહ્યું કે, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહે રાજ્યમાં સંગઠન માટે એક અલગ પ્રકારનો પાયો નાખ્યો છે. અમે દરેક યોજના જનતાને સમર્પિત કરી છે. ગરીબ કલ્યાણ યોજના રાજ્યમાં સંપૂર્ણ પ્રતિબદ્ધતા સાથે લાગુ કરવામાં આવી હતી. એટલા માટે લોકોએ અમને 2022 માં ફરીથી જીતાડ્યા છે. હું 2017માં સામાન્ય સાંસદ હતો પરંતુ વડાપ્રધાન અને ગૃહપ્રધાને મને વાલીની જેમ માર્ગદર્શન આપ્યું હતું તેના પરિણામો આવ્યા છે. અહીં સુશાસન, વિકાસ અને યુપી મોડલ રજૂ કરવામાં આવ્યું છે. અમને કોઈ ખ્યાલ નહોતો. સાંસદે પોતાની વાત સંસદમાં રાખવાની હોય છે, પરંતુ જ્યારે તેમણે મુખ્યપ્રધાનની જેમ કામ કરવાનું હોય તો તે મોટી જવાબદારી છે.

આ પણ વાંચો:યોગી આદિત્યનાથના સીએમ શપથ સમારોહના સ્થળ પર મંથન ચાલુ, આ સ્થળની ચર્ચા

યુપી પહેલીવાર રમખાણ મુક્ત થયું : આજે યુપી લીડર બની ગયું છે. પહેલીવાર લોકોને લાગ્યું કે ગરીબોનું ઘર બની શકે છે. યુપી પહેલીવાર રમખાણ મુક્ત થયું હતું. આજે દરેક નાગરિકને ટેકનોલોજી દ્વારા યોજનાઓનો લાભ મળી રહ્યો છે. લોકોએ રાષ્ટ્રવાદ, સુશાસન માટે મત આપ્યા છે.

ABOUT THE AUTHOR

...view details