- તમિલનાડુમાં DMKની બહુમતી સાથે જીત
- શપથવિધીની તારીખ જલ્દી જાહેર કરવામાં આવશે
- શપથવિધીનો કાર્યક્રમ કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં લઈને કરવામાં આવશે
ચેન્નાઈ: કોવિડ -19 રોગચાળોને ધ્યાનમાં રાખીને, તમિળનાડુમાં DMKની આગેવાનીમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ સરળ રહેશે. DMK પ્રમુખ એમ.કે. સ્ટાલિને આ વાત કહી. ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ સ્ટાલિને ચેન્નઈની સમાધિમાં તેના પિતા અને તમિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન એમ. કરુણાનિધિના આશીર્વાદ લીધા હતા.
શપથવિધી રહેશે સરળ
પોતાની જીત અંગે મરિના બીચ પર પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સ્ટાલિને કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ સમારોહ રાજભવનમાં થવાની સંભાવના છે, જે ખૂબ જ સરળ રીતે કરવામાં આવશે. સોમવારે રાત્રે અથવા મંગળવાર સુધીમાં આ વિષય વિશેની માહિતી આપવામાં આવશે.