- લોકોને પ્રધાન લાલઝિરિયાનાના ખૂબ ગમે છે
- હોસ્પિટલમાં સાથી દર્દીઓ માટે ઘરે બનાવેલું ભોજન પીરસે છે
- શુક્રવારે સફાઇ કામદાર ન આવતા પ્રધાને ઝેડએમસીના ઓરડાની સફાઇ કરી હતી
ન્યુ દિલ્હી: કોરોના મહામારીની બીજી લહેર જીવલેણ સાબિત થઈ રહી છે. આને કારણે દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં વધારે દબાણ હોસ્પિટલના કર્મચારીઓ અને સફાઇ કામદારો પર પડે છે. તે જ સમયે, મિઝોરમમાંથી આવો જ એક કિસ્સો બહાર આવ્યો છે, જે આશ્ચર્યજનક છે. ઉલ્લેખનિય છે કે, તેમના પદ અને ગરિમાને ન જોતા રાજ્યના એક પ્રધાને હોસ્પિટલની સફાઇ કરી હતી. પ્રધાનની સફાઇ કરતી તસવીરે બધાનું ધ્યાન ખેંચ્યું છે.
આ પણ વાંચોઃગોધરાના શિક્ષકે કોવિડ કેર સેન્ટર આગળ સેવા કરી ઉજવ્યો પોતાનો જન્મદિવસ
મિઝોરમમાં હાઈવે પર દુકાન છે, પરંતુ તેમાં કોઈ દુકાનદારો નથી
મિઝોરમ કદાચ ભારતનું એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં હાઈવે પર દુકાન છે, પરંતુ તેમાં કોઈ દુકાનદારો નથી. આ દુકાનોમાં એક બોક્સ રાખવામાં આવે છે, જેમાં ખરીદી કર્યા પછી પૈસા રાખવામાં આવે છે. જ્યાં સુધી નાગરિક ભાવના અને જવાબદારીનો સવાલ છે, મિઝોરમના લોકો ખૂબ જાગૃત છે.
લાલઝિરિયાના કોરોના સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે
તે જ સમયે, અહીંના એક પ્રધાને એક અસામાન્ય ઉદાહરણ રજૂ કર્યું છે. શનિવારે મિઝોરમ વીજળી વિભાગના પ્રધાન આર.લાલઝિરિયાના હોસ્પિટલના ફ્લોર પર સફાઇ અને પોતુ કરતા જોવા મળ્યા હતા. લાલઝિરિયાના કોરોના સંક્રમિત છે અને હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં તેમને મોકો મળતા જ તેમને હોસ્પિટલમાં સફાઇ અને પોતુ કર્યું હતું.