ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Assam Drugs News: આસામ રાઈફલ્સ દ્વારા 5.96 કરોડનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું, મ્યાનમાર નાગરિકની ધરપકડ કરાઈ - આસામ રાઈફલ્સ

આસામના ચમ્ફાઈમાં 5.96 કરોડનું હેરોઈન ઝડપાયું. સમગ્ર કાર્યવાહી આસાર રાઈફલ્સ અને નાર્કોટિક્સ ડીપાર્ટમેન્ટ દ્વારા સંયુક્ત રીતે પાર પાડવામાં આવી હતી. આસામ રાઈફલ્સે સમગ્ર ઓપરેશનની વિશે અધિકૃત જાણકારી આપી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

5.96 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું
5.96 કરોડનું ડ્રગ્સ જપ્ત કરાયું

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 1:32 PM IST

ચમ્ફાઈઃ આસામ રાઈફલ્સે ગુરૂવારે નારકોટિક્સ ડીપાર્ટમેન્ટ સાથે સંયુક્ત ઓપરેશન કર્યુ હતું. જેમાં ચમ્ફાઈ જિલ્લાના બેથેલવેંગ વિસ્તારમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનુ હેરોઈન ઝડપાયું છે. આ ઓપરેશનમાં એક મ્યાનમાર નાગરિકની ધરપકડ પણ કરવામાં આવી છે.

સાબુના ડબ્બામાં હેરોઈન સંતાડાયું હતુંઃ આસામ રાઈફલ્સના નિવેદન અનુસાર તેમને ખાનગીરાહે બાતમી મળી હતી. તેથી નારકોટિક્સ ડીપાર્ટમેન્ટ સાથે મળીને એક ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પડાયું હતું. 852.16 ગ્રામ હેરોઈન 70 સાબુના ડબ્બામાં સંતાડાઈ હતી. જાણકારી મળી કે તરત જ આસામ રાઈફલ્સે ચમ્ફાઈ જિલ્લાના બેથેલવેંગ વિસ્તારમાં રેડ કરી દીધી હતી.

કુલ 5.96 કરોડનો જથ્થો ઝડપાયોઃ ઝડપાયેલા માદક દ્રવ્ય હેરોઈનની કુલ બજાર કિંમત 5.96 કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. 34 વર્ષીય આરોપી થાંગમાગ્લિઅન મ્યાનમારનો નાગરિક છે. અધિકારીઓ જણાવે છે કે આગળની તપાસ ચાલી રહી છે. આસામ અને તેની આસપાસના વિસ્તારોમાં માદકદ્રવ્યોનો વેપાર એક મોટી સમસ્યા બન્યો છે. જેને રોકવા માટે રાજ્ય સરકારોએ અલગ અલગ ઓપરેશનની યોજના બનાવી છે. આ વિસ્તારોમાં અવારનવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. બાતમીદારોને પણ એલર્ટ રાખવામાં આવે છે જેથી ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવી શકાય.

મુખ્ય પ્રધાનની પ્રતિબદ્ધતાઃ આસામ સરકારે આ માટે રાજ્ય પોલીસને મદદ મળી રહે તેના માટે સ્પેશિયલ વર્કફોર્સની રચના પણ કરી છે. જે રાજ્યમાં ડ્રગ્સ વેપારને અટકાવવાનું કાર્ય કરી રહી છે. આસામના મુખ્ય પ્રધાન હેમંત બિસ્વા સરમાએ આ મુદ્દે અનેકવાર જાહેર માં પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. (એએનઆઈ)

  1. Gujarat Drugs News: ગાંધીનું નશામુકત ગુજરાત હવે માદક દ્રવ્યોના સેવન, વેપાર અને હેરાફેરી માટે મુખ્ય મથક બનતું જાય છે
  2. Pak Drug Smuggling : BSFએ શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન સાથે માદકદ્રવ્યોનાં બે પેકેટ કબજે કર્યા

ABOUT THE AUTHOR

...view details