- ઐઝવાલની યુવતીનું રમત કૌશલ્ય સામે આવ્યું
- પેન્સિલ હીલ્સ પહેરીને ફૂટબોલની પ્રેકટિસ કરતી યુવતી
- વીડિયો વાઈરલ થતાં ખૂબ જ પ્રશંસા પામી યુવતી
ઐઝવાલઃ ક્યારેક અસાધારણતા કોઇ સામાન્ય બાબતને લઇને પરખાઈ જતી હોય છે. ઐઝવાલની યુવતી સિન્ડી રેમ્રુઆટપુઇનું રમત કૌશલ્ય દુનિયાની નજરે ચડી ગયું હતું જ્યારે તેને એક વાયરલ વીડિયોમાં લોકોએ જોઇ. નેટિઝન્સ તેના અદભૂત રમત કૌશલ્યથી અભિભૂત થઈ રહ્યાં છે કારણ એ છે કે તેણે પેન્સિલ હીલ્સ પહેર્યાં હોવા છતાં ખૂબ જ કુશળતા સાથે ફૂટબોલ રમી બતાવવાનું કરતબ દર્શાવ્યું છે.
આ પણ વાંચોઃ શાળા અને કોલેજમાં શૈક્ષણિક સત્ર વિદ્યાર્થીઓની અનુપસ્થિતિમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ