ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિક્સ ડોઝ સારા પરિણામ આપી શકે છે: ICMR

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નું કહેવું છે કે, કોવેક્સિન (Covaxin) અને કોવિશીલ્ડ (Covishield) ના મિશ્રિત ડોઝના સારા પરિણામો મળ્યા છે. તેમાં ઉચ્ચ પ્રતિરક્ષાત્મકતા હોવાનું જણાયું હતું.

કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિશ્ર ડોઝ અસરદાર
કોવિશિલ્ડ અને કોવેક્સિનનો મિશ્ર ડોઝ અસરદાર

By

Published : Aug 8, 2021, 8:22 PM IST

  • ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચનું રસીને લઈને નિવેદન
  • કોવેક્સિન અને કોવિશિલ્ડ રસીના સંયોજનમાં વધુ સારી સુરક્ષા
  • કુલ 18 લોકો પર આ અભ્યાસ કરવામાં આવ્યો

નવી દિલ્હી:કોવેક્સિન(Covaxin) અને કોવિશીલ્ડ(Covishield)નો મિક્સ ડોઝ વધુ અસરકારક છે, તેવું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)નું કહેવું છે. ICMRનું કહેવું છે કે, 18 લોકો પર કરવામાં આવેલી કોવિડ -19 રસીકરણ કાર્યક્રમની બે મુખ્ય રસીઓ કોવેક્સિન અને કોવિશીલ્ડ રસીના સંયોજનથી વધુ સારી સુરક્ષા અને પ્રતિરક્ષાત્મકતાના પરિણામ પ્રાપ્ત થયા છે.

આ પણ વાંચો- કોવેક્સિનની ક્ષમતાનું અંતિમ આકારણ થયુ પુરુ, ડેલ્ટા સ્વરૂપ સામે 65.2 ટકા પ્રભાવી

ICMRએ મિશ્ર રસી (કોકટેલ ડોઝ)ની તપાસ કરી ત્યારે ચોંકાવનારા પરિણામો આવ્યા બહાર

હકીકતમાં, દેશભરમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનનું ચોથું અઠવાડિયું હતું, ત્યારે મિશ્ર ડોઝની ઘટના પ્રકાશમાં આવી, જેણે તબીબી ક્ષેત્રમાં ચિંતા ઉભી કરી. જ્યારે ICMR એ મિશ્ર રસી (કોકટેલ ડોઝ)ની તપાસ કરી ત્યારે ચોંકાવનારા પરિણામો બહાર આવ્યા હતા. અભ્યાસમાં ICMRએ એવી વ્યક્તિઓની સુરક્ષા અને રોગપ્રતિકારકતાની રૂપરેખાની (immunogenicity profile) સરખામણી કરી જેમણે કોવેક્સિન અથવા કોવિશીલ્ડ મેળવી અને તેનાથી વધુ સારા પરિણામો મળ્યા હતા.

બીજા ડોઝના રૂપમાં કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો

ઉત્તરપ્રદેશમાં વ્યક્તિઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં કોવિશીલ્ડને પ્રથમ ડોઝના રૂપમાં પ્રાપ્ત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ છ અઠવાડિયાના અંતરાલમાં અજાણતા બીજા ડોઝના રૂપમાં કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો.

આ એક પ્રાકૃતિક પ્રયોગની જેમ હતું જ્યારે આ વ્યક્તિઓએ અજાણતામાં વિવિધ રસીના ડોઝ લીધા હતા: ડો.સમીરન પાંડા

આઇસીએમઆરના મહામારી વિજ્ઞાન અને સંચારી રોગોના પ્રમુખ ડો.સમીરન પાંડાના જણાવ્યા મુજબ, ' આ એક પ્રાકૃતિક પ્રયોગની જેમ હતું જ્યારે આ વ્યક્તિઓએ અજાણતામાં વિવિધ રસીના ડોઝ લીધા હતા.' તેમણે કહ્યું કે, ICMR એ આ અભ્યાસ હાથ ધરવાનું નક્કી કર્યું જેથી લોકોને રસી મૂકાવતા વિશે ચિંતા કે સંકોચ ઉભા ન થાય. પાંડાએ કહ્યું, 'અમે એવી વ્યક્તિઓના નમૂના એકત્ર કર્યા.' આવી ઘટના કુલ 18 લોકો સાથે બની, પરંતુ બે લોકો તપાસમાં જોડાયા નહીં. આમાંથી 11 પુરુષો હતા, અને સાત મહિલાઓ હતી. જેની સરેરાશ ઉંમર 62 વર્ષ છે.

આ પણ વાંચો- COVID VACCINE: કોવિશિલ્ડ-કોવેક્સિનના મિક્સ-એન્ડ-મેચ અંગે ICMR નો મોટો દાવો, જાણો વિગતવાર

અભ્યાસના તારણો

અભ્યાસના તારણો સૂચવે છે કે, એક એડિનોવાયરસ વેક્ટર પ્લેટફોર્મ-આધારિત વેક્સિનના સંયોજન સાથે એક નિષ્ક્રિય વાયરસ વેક્સિન સાથે રસીકરણ માત્ર સુરક્ષિત જ નહી, પરંતું વધુ સારી ઇમ્યુનોજેનેસિટી પણ પ્રાપ્ત કરતું હતું.

ABOUT THE AUTHOR

...view details