ઓકલેન્ડઃભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન (India vs Australia) મિતાલી રાજે મહિલા વર્લ્ડ કપમાં ઈતિહાસ (Womens World Cup 2022) રચ્યો છે. મિતાલી રાજે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં અડધી સદી ફટકારીને વર્લ્ડ રેકોર્ડની બરાબરી (Mithali Raj Equals Record) કરી લીધી છે. મિતાલીએ વર્લ્ડ કપમાં તેની 12મી અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો:Womens World Cup 2022: ભારતે આવતીકાલે ઓસ્ટ્રેલિયા સામે જીતવું જરૂરી...
મિતાલીની આ વર્લ્ડ કપમાં 12મી અડધી સદી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી મેચમાં (india women vs australia women) મિતાલીએ 96 બોલનો સામનો કર્યો હતો, જેમાં તેણે 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 68 રન બનાવ્યા હતા. મિતાલીની આ વર્લ્ડ કપમાં 12મી અડધી સદી હતી. ન્યુઝીલેન્ડની ડેબોરાહ હોકલીના રેકોર્ડની પણ બરાબરી કરી. હોકલીના નામે વર્લ્ડ કપમાં 12 અડધી સદી પણ છે.