ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ધૌલપુરના સેપઉ પોલીસ મથક દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ - Misdemeanor accused arrested by Sepau police station in Dhaulpur

દુષ્કર્મના કિસ્સા અવાર-નવાર બનતી રહે છે ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ધૌલપુર જિલ્લાના સપૌ પોલીસ મથક વિસ્તારમાં દુષ્કર્મના આરોપીએ 18 વર્ષીય યુવતીને ફસાવી હતી. ત્યારબાદ સુરત લઈ જઈને આરોપીએ યુવતી સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યુ હતું.

ધૌલપુરના સેપઉ પોલીસ મથક દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ
ધૌલપુરના સેપઉ પોલીસ મથક દ્વારા દુષ્કર્મના આરોપીની ધરપકડ

By

Published : Apr 9, 2021, 12:56 PM IST

  • ધૌલપુરના સેપઉ પોલીસ મથકે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી
  • આરોપીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 વર્ષીય યુવતીને કથિત રીતે ફસાવી હતી
  • પોલીસે દુષ્કર્મના આરોપીની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી

ધૌલપુર: સેપઉ પોલીસ મથકે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 18 વર્ષીય યુવતીને કથિત રીતે ફસાવી હતી. સુરતમાં આરોપીએ યુવતી સાથે ક્રૂરતાનું કૃત્ય કર્યા હતા. બાતમીના આધારે સ્થાનિકપોલીસે દુષ્કર્મના આરોપીને પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. જેની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:રાજકોટમાં 15 વર્ષની પુત્રી પર હવસખોર પિતાએ અનેક વખત ગુજાર્યો દુષ્કર્મ

યુવતીના પરિવારે આરોપી સામે કેસ દાખલ કર્યો

25 માર્ચ 2021ના ​​રોજ ધૌલપુર જિલ્લાના સેપઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 18 વર્ષીય યુવતીને આરોપી મુન્ના જાટવ ફસાવીને લઈ ગયો હતો. આરોપી પહેલા યુવતીને ભરતપુર લઈ ગયો હતો અને ત્યારબાદ જયપુર અને જયપુરથી ગુજરાતના સુરત શહેરની વીડિયો કોચ બસ દ્વારા સુરત લઈ ગયો હતો. સુરત શહેરમાં એક હોટલના રૂમમાં બેસાડીને યુવતી સાથે ક્રૂરતાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. યુવતીના પરિવારે આરોપી સામે કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો:સાવકા પિતા સહિત પાંચ નરાધમોએ સગીરા પર આચર્યું દુષ્કર્મ

પોલીસે ગુરુવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી

આ કેસની નોંધ લઈ પોલીસે ગુરુવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ CO વિજય કુમાર કરી રહ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછ શરૂ કરી છે. જેમાંથી ઘટનાના અન્ય પાસાઓ વિશે માહિતી લેવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details