નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ઘર પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલો કયા કારણોસર કરવામાં આવ્યો તે જાણી શકાયું નથી. તે જ સમયે, ઓવૈસીની ફરિયાદ પર, પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આ હુમલામાં કોઈને ઈજા થઈ હોવાની ફરિયાદ નોંધાઈ નથી.
આ પણ વાંચો:Chandrayan-3: ચંદ્રયાન-3 લેન્ડરનું મોટું પરીક્ષણ સફળ, જૂનમાં લોન્ચ થવાની છે શક્યતા
ઓવૈસીના ઘર પર પથ્થરમારો: મળતી માહિતી મુજબ, નવી દિલ્હીમાં ઓવૈસીના ઘર પર અજાણ્યા બદમાશોએ કથિત રીતે પથ્થરમારો કર્યો હતો. હુમલામાં બારીઓને નુકસાન થયું હતું. આ હુમલા બાદ ઓવૈસી પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોતાની ફરિયાદ નોંધાવી. ઓવૈસીએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, કેટલાક અજાણ્યા બદમાશોએ દિલ્હીમાં તેમના નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો હતો.
દિલ્હી પોલીસે તપાસ હાથ ધરી: આ ઘટના સાંજે લગભગ 5.30 વાગ્યે અશોક રોડ વિસ્તારમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના વડા ઓવૈસીના દિલ્હી નિવાસસ્થાને બની હતી. આ સંદર્ભમાં માહિતી મળ્યા પછી એડિશનલ ડીસીપીની આગેવાની હેઠળ દિલ્હી પોલીસની એક ટીમ તેમના નિવાસસ્થાનની મુલાકાત લીધી. પોલીસ ટીમે ઘટનાસ્થળે તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. ઓવૈસીએ આ અંગે સંસદ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:Rajasthan News: 'મુસ્લિમ યુવાનોને જીવતા સળગાવવા' માટે ગેહલોત સરકાર, ઓવૈસીનો ટોણો
ઘરના નોકરે ઘટના વિશે માહિતી આપી: પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું હતું કે, બદમાશોના જૂથે પથ્થરમારો કર્યો હતો અને બારીઓને નુકસાન પહોંચાડ્યું હતું. ઓવૈસીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, જ્યારે તેઓ રાત્રે 11:30 વાગ્યે તેમના ઘરે પહોંચ્યા તો તેમણે જોયું કે, બારીના કાચ તૂટેલા હતા, ત્યાં ચારે બાજુ પથ્થરો વિખરાયેલા હતા. પૂછપરછ પર ઘરના નોકરે ઘટના વિશે માહિતી આપી. તેમણે કહ્યું કે, બદમાશોના એક જૂથે સાંજે સાડા પાંચ વાગ્યે નિવાસસ્થાન પર પથ્થરમારો કર્યો.
તાત્કાલિક કાર્યવાહીની માંગ: ઓવૈસીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ તેમના ઘર પર આવા હુમલા થયા છે. આ ચોથો હુમલો છે. ફરિયાદ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, તેમના ઘરની આસપાસના વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. તે સીસીટીવી કેમેરાની મદદથી હુમલાખોરો સુધી પહોંચી શકાય છે. ગુનેગારોને તાત્કાલિક પકડવા જોઈએ. આ ખૂબ જ સુરક્ષિત વિસ્તાર છે, છતાં આ પ્રકારની તોડફોડ થઈ રહી છે. ફરિયાદમાં તાત્કાલિક કાર્યવાહીની માંગ કરતા ઓવૈસીએ કહ્યું કે, દોષિતોની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.