ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દેશની નારી અસુરક્ષિત : માનવતાને શરમાવે તેવું કાર્ય કર્યું બદમાશોએ, જાણો સમગ્ર ઘટના વિશે... - મહિલા સાથે ખરાબ વર્તનનો વીડિયો વાયરલ

ઉત્તરપ્રદેશના સુલતાનપુરમાં ગુંડાઓએ એક મહિલા સાથે ખૂબ જ શરમજનક ઘટનાને(misbehave with woman in sultanpur) અંજામ આપ્યો છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબજ વાયરલ થઈ રહ્યો છે(Video of bad behavior with women goes viral). આ કેસમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

દેશની નારી અસુરક્ષિત
દેશની નારી અસુરક્ષિત

By

Published : Jul 9, 2022, 7:04 PM IST

ઉત્તરપ્રદેશ : ઉત્તરપ્રદેશમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. જમીન વિવાદમાં મવાલીઓએ એક મહિલાને બંધક બનાવી તેની સાથે અભદ્ર વર્તન(misbehave with woman in sultanpur) કર્યું છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો(Video of bad behavior with women goes viral) છે. આ અંગે પોલીસને જાણ થતા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુન્હાની કલમોના આધારે તેમના પર કેસ ચલાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - Complaint of Rape against Makarpura GIDC Fire Officer : મકરપુરા GIDC ફાયર ઓફિસરે મહિલાને કેવા કેવા ઝાંસા આપ્યાં?

મહિલા સાથે કર્યું આવું કામ - આ ઘટના કોતવાલી જિલ્લાના દેહત પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ગામની એક મહિલાનો ગામના જ રામ પ્રસાદ સાથે જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, 21 જૂનના રોજ રામ પ્રસાદ સહિત અન્ય લોકોએ મહિલાને પોતાના ઘરે બોલાવી અને તેને બંધક બનાવી લીધી હતી. આ પછી આ નરાધમોએ જે કર્યું તે માનવતાને શરમાવે એવું કાર્ય છે.

આ પણ વાંચો - લારી વાળા પાસેથી પૈસા ઉઘરાવી કોન્સ્ટેબલ માંગતો હતો લાંચ, ACBના હાથે ઝડપાયો

શું હતી સમગ્ર ઘટના - બદમાશોએ મહિલાના કપડા ઉતાર્યા અને પછી તેના જોડે મારપીટ કરી હતી. મહિલાનું માથું મુંડન કરાવ્યું હતું. ઘટનાના 5 દિવસ બાદ 26 જૂને પોલીસે કેસ નોંધ્યો હતો. હવે જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે દબંગોની આખી વાસ્તવિકતા સામે આવી રહી છે. મહિલા અને તેના પાડોશી વચ્ચે પારિવારિક ઝઘડો થયો હતો. પોલીસ અધિકારી સતીશ ચંદ્ર શુક્લાએ જણાવ્યું કે, મહિલાની ફરિયાદ પર કેસ નોંધીને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ પછી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details