ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશન શોમાં મિસીસ ઈન્ડિયા બની

અમદાવાદમાં યોજાયેલા ફેશન શોમાં મિર્ઝાપુરની ગુંજન વિશ્વકર્માએ મિસીસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. આ ફેશન શોમાં દેશભરની 41 છોકરીઓએ ભાગ લીધો હતો.

By

Published : Feb 22, 2021, 3:41 PM IST

મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશમ શોમાં મિસીસ ઈન્ડિયા બની
મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશમ શોમાં મિસીસ ઈન્ડિયા બની

  • અમદાવાદમાં 18, 19 અને 20 ફેબ્રુઆરી ત્રિદિવીય ફેશન શો
  • મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશન શોમાં મિસીસ ઈન્ડિયા બની
  • ફેશન શોમાં દેશભરની 41 છોકરીઓએ ભાગ લીધો હતો

મીર્ઝાપુર (ઉત્તર પ્રદેશ): ચુનારા તહસીલના ગૌરા ગામની ગુંજન વિશ્વકર્માએ અમદાવાદમાં યોજાયેલા ફેશન શોમાં મિસિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો અને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. ગુજરાતમાં આયોજીત ત્રણ દિવસીય ફેશન શોમાં દેશભરની 41 છોકરીઓએ ભાગ લીધો હતો.

મિર્ઝાપુરની ગુંજન અમદાવાદના ફેશન શોમાં મિસીસ ઈન્ડિયા બની

ગુંજન વિશ્વકર્મા મિસીસ ઇન્ડિયા બની

ચુનાર તહસીલના ગૌરા ગામમાં રહેતા જય પ્રકાશ વિશ્વકર્માની પુત્રી ગુંજન વિશ્વકર્માએ ગુજરાતમાં 18, 19 અને 20 ફેબ્રુઆરીએ યોજાયેલા ફેશન શોમાં હાજરી આપી હતી. 20 ફેબ્રુઆરીની રાત્રે ફેશન શોની ફાઇનલમાં ગુંજન વિશ્વકર્માને મિસીસ ઇન્ડિયા તરીકે પસંદ કરવામાં આવી હતી. મિસીસ ઇન્ડિયાનું બિરુદ પ્રાપ્ત કર્યા બાદ તેણીએ તેના માતા-પિતા સાથે જિલ્લાનું નામ રોશન કર્યું છે. પ્રદેશની પુત્રીની આ સફળતાથી લોકો ખુશ છે. લોકો અભિનંદન આપવા ઘરે આવી રહ્યા છે.

ગુંજને ગામમાંથી શિક્ષણ લીધું

ગુંજન હરીશચંદ્ર ઇન્ટર કોલેજ, વારાણસીથી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ પછી કમલા નહેરુ ઈન્ટર કોલેજ શિવ શંકરી ધામ, મિરઝાપુર ખાતે ઈન્ટરમીડિએટનો અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 2016માં કાશી હિન્દુ યુનિવર્સિટી (વારાણસી)થી સ્નાતકની ડિગ્રી મેળવી હતી. વર્ષ 2020માં તેને ચાંદૌલી જિલ્લાના સ્ટોપ પર સ્થિત એમ્બિશન ઓફ ટેક્નોલોજીથી ફેશન ડિઝાઇનિંગ ડિપ્લોમાં કર્યું હતું.

માતા-પિતાએ ગુંજનને સાથ આપ્યો

માતા-પિતાએ ગુંજનનો સાથ આપ્યો

ગુંજન વિશ્વકર્માના લગ્ન 19 ફેબ્રુઆરી, 2019ના રોજ બિહારના ભોજપુર જિલ્લાના ડીહિયા ગામમા રહેતા અમિત વિશ્વકર્મા સાથે થયા હતા. ગુંજને શનિવારે રાત્રે અમદાવાદમાં આયોજીત ત્રણ દિવસીય ફેશમ શોમાં ભાગ લઈ મિસીસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો. ગુંજનના પિતા એમ્બિશન ઓફ ટેકનોલોજીમાં લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે જ્યારે માતા નીલમ વિશ્વકર્મા ગૃહિણી છે. નાનો ભાઈ શૌર્ય વિશ્વકર્મા ઇન્ટરનો અભ્યાસ કરે છે. નાની બહેન અનામિકા BMC કોંચીગ કોલેજ વારાણસીમાં માસ્ટર એફ આર્ટ્સની ડિગ્રી મેળવ્યા બાદ કાઉન્સેલર તરીકે કાર્યરત છે.

ABOUT THE AUTHOR

...view details