ગુજરાત

gujarat

ETV Bharat / bharat

હૈદરાબાદનો આગામી મેયર ભાજપનો હશેઃ અમિત શાહ - નેશનલસમાચાર

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે (રવિવાર) હૈદરાબાદનો પ્રવાસે હતા. આ પહેલા UPના સીએમ યોગી આદિત્યનાથ અને ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા પણ હૈદરાબાદનો પ્રવાસ કરી ચૂક્યા છે. જીએચએમસી માટે 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે અને 4 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદના પ્રવાસ દરમિયાન ભાગ્યલક્ષ્મી મંદિર પૂજા-અર્ચના કરી હતી અને માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

હૈદરાબાદમાં ભાજપનો મેયર હશેઃ અમિત શાહ
હૈદરાબાદનો આગામી મેયર ભાજપનો હશેઃ અમિત શાહ

By

Published : Nov 29, 2020, 8:57 AM IST

Updated : Nov 29, 2020, 8:00 PM IST

  • અમિત શાહ આજે હૈદરાબાદના પ્રવાસે
  • GHMCની ચૂંટણીના સંદર્ભમાં કર્યો પ્રચાર
  • CHMCની ચૂંટણીમ માટે 1 ડિસેમ્બરે યોજાશે મતદાન

હૈદરાબાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે તેલંગણાની રાજધાની હૈદરાબાદના પ્રવાસે આવ્યા હતા. 1 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં કોર્પોરેશનની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીના પ્રચારમાં કોઇ કસર છોડી નથી. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા પણ હૈદરાબાદનો પ્રવાસ કરી ચુક્યા છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાને હૈદરાબાદમાં 1 કલાકનો રોડ-શો કર્યો હતો. જે બાદ તેમને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, આજનો રોડ-શો જોઇને મને ભરોસો છે કે આ વખતે સીટ વધારવા માટે નથી લડી રહ્યા. આ વખતની ચૂંટણી બાદ હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીનો મેયર હશે. હૈદરાબાદના લોકોએ આ વાત સ્પષ્ટ કરી છે.

હૈદરાબાદમાં ભાજપનો મેયર હશેઃ અમિત શાહ

અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મહત્વના મુદ્દાઓ

  • હું કેસીઆરને પુછવા માંગું છું કે, મજલિસ સાથે તમે ગુપ્ત રીતે સાજગાઠ કેમ કરો છો? એટલી પણ હિમ્મત કેમ નથી કે મજલિસ સાથે ખુલ્લે આમ સીટ શેયર કરો.
  • અમે હૈદરાબાદને ભષ્ટ્રાચાર દૂર લઇ જવા ઇચ્છીએ છીએ. અમે હૈદરાબાદને તુષ્ટ્રિકરણથી વિકાસ તરફ લઇ જવા માંગીએ છીએ.
  • અમે હૈદરાબાદને ડાયનેસ્ટીથી ડેમોક્રેસી તરફ લઇ જવા માંગઇ છીએ. તે પછી ઓવેસીની પાર્ટી હોય કે ટીઆરએસ હોય, દરેક અમને સવાલ કરે છે. હું તેમને પુછવા માંગું છું કે, આવડા મોટા તેલંગણામાં તમને તમારા પરિવાર શિવાય બીજુ કોઇ મળતું જ નથી. શું કોઇનામાં ટેલેંટ જ નથી?
  • નરેન્દ્ર મોદીજી હૈદરાબાદના લોકો માટે આયુષ્માન ભારત યોજના લાવ્યા જેથી ગરીબોને વર્ષમાં 5 લાખ રૂપિયાની મફત સારવારનો લાભ મળી શકે. તમારા રાજનીતિક કારણે આ યોજના હૈદરાબાદમાં લાગુ કરી નહિં.
  • કેસીઆર અને મજલિસએ 100 દિવસની યોજનાનો વાયદો કર્યો હતો, તેનો હિસાબ હૈદરાબાદના લોકો માંગી રહ્યા છે. 5 વર્ષમાં કાંઇ પણ કર્યું હોય તો લોકોના સામે રાખો, સિટિજન ચાર્ટરનો વાયદો કર્યો હતો, તેનું શું થયું ?
  • રોડ-શોને જોઇને મને ભરોસો છે કે, આજનો રોડ-શો જોઇને મને ભરોસો છે કે આ વખતે સીટ વધારવા માટે નથી લડી રહ્યા. આ વર્ષની ચૂંટણી બાદ હૈદરાબાદમાં ભારતીય જનતા પાર્ટીનો મેયર હશે. હૈદરાબાદના લોકોએ આ વાત સ્પષ્ટ કરી છે.
  • હૈદરાબાદમાં જે પ્રકારે કોર્પોરેશન TRS અને મજલિસના નેતૃત્વમાં ચાલી રહ્યું છે, જે હૈદરાબાદને વિશ્વનું IT હબ બનાવવામાં સૌથી માટી રૂકાવટ છે. વરસાદના કારણે શહેરમાં પાણી ભરાવાના કારણે લગભગ 60 લાખ લોકોને તકલીફ થઇ હતી.
  • મજલિસના ઇશારે અવૈદ નિર્માણ કામ કરવામાં આવે છે, જેના કારણે પાણી હૈદરાબાદની બહાર જઇ શકતું નથી. હું હૈદરાબાદના લોકોને વિશ્વાસ આપું છું કે, એકવાર ભાજપને મોકો આપો અમે દરેક અવૈદ નિર્માણ દૂર કરીને વરસાદના પાણીને શહેરમાં ભરાતું અટકાવું દઇશું.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેંલગણાની રાજધાની હૈદરાબાદના પ્રવાસે છે. 1 ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં (GHMC) Greater Hyderabad Municipal Corporation ચૂંટણી યોજાશે જેના પ્રચાર માટે આજે અમિત શાહ હૈદરાબાદના પ્રવાસે છે. ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પ્રચાર માટે કોઈ કસર છોડી નથી. આ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ અને ભાજપ અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડા હૈદરાબાદનો પ્રવાસ કરી ચૂક્યા છે.

અમિત શાહ પહોંચ્યા હૈદરાબાદ

હૈદરાબાદમાં ગૃહપ્રધાન અમિત શાહનો કાર્યક્રમ

  • 8:00 AM- વિશેષ વિમાન થી દિલ્હીથી હૈદરાબાદ માટે રવાના થશે
  • 10:00 AM- હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પર લૈન્ડિંગ કરશે
  • 10:15 AM- જૂનું શહેર ભાગ્યલક્ષ્મી મંદિર જશે
  • 11:15 AM- મંદિર થી અમિત શાહ સિકંદરાબાદમાં વારસીગુડા જશે
  • 11:45 AM- બપોરે 1:00 PM સુધી રોડ શો કરશે
  • 1.3 કિલોમીટરનો રોડ શો વારસીગુડાથી શરુ થઈ સીતાફલમંડીમાં હનુમાન મંદિર પર પૂર્ણ કરશે
    અમિત શાહ પહોંચ્યા હૈદરાબાદ

આ વિસ્તારમાં સનથનગર, ખૈરતાબાદ અને જુબલી હિલ્સ વિધાનસભા ક્ષેત્ર પણ આવે છે.રોડ શો પૂર્ણ કર્યા બાદ અમિત શાહ નામપલ્લીમાં આવેલી ભાજપના કાર્યાલય જશે. ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા બાદ અમિત શાહ દિલ્હી જવા રવાના થશે.આપને જણાવી દઈએ કે, હૈદરાબાદ મ્યુન્સિપિલ કોર્પોરેશનની કુલ 150 સીટો માટે એક ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. જેનું પરિણામ 4 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

ગત્ત ચૂંટણીમાં 99 સીટ જીતી રાજ્યની સત્તાધારી તેલંગણા રાષ્ટ્રીય સમિતિ (ટીઆરએસ)ના મેયર પદ પર કબ્જો જમાવ્યો હતો. તે સમયે ભાજપ માત્ર 4 અને ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમને 44 સીટો મળી હતી. ભાજપ આ વખતે ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

મહાલક્ષ્મી મંદિરમાં ઉતારી આરતી

કેન્દ્રીય પ્રધાન અમિત શાહે હૈદરાબાદના ભાગ્યલક્ષ્મી મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેમણે માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી.

અમિત શાહ હૈદરાબાદમાં ભાગ્યલક્ષ્મી મંદિરમાં ઉતારી આરતી
Last Updated : Nov 29, 2020, 8:00 PM IST

ABOUT THE AUTHOR

...view details