કોરબાઃ છત્તીસગઢના કોરબા જિલ્લામાંથી એક હ્રદય હચમચાવી દેનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 11 વર્ષના સગીરે 4 વર્ષના માસૂમ પર ઈંટ વડે હુમલો કરી (Killing a child by hitting a brick in Korba) હત્યા નિપજાવી હતી. આટલું જ નહીં સગીરે બાળકના મૃતદેહનો પણ નિકાલ કર્યો હતો. આરોપી બાળકે ઘરે જઈને તે સગીરના લોહીથી લથપથ શર્ટ ધોઈ નાખ્યો અને કોઈને ખબર ન પડે તે માટે તેને ખૂણામાં રાખી દીધો. જોકે, પોલીસે ડોગ સ્કવોડ (Police Dog Squad) અને ફોરેન્સિક ટીમની ( forensic team) મદદથી એક જ રાતમાં કેસનો ભેદ ઉકેલી નાખ્યો હતો. હાલ સગીરને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો:યુપીનું માફિયા રાજઃ ગંગા કિનારે 'નેપાળી' કેવી રીતે બન્યો ખૂની? જાણો 'મોટા માફિયાની મોટી કહાણી'
આ છે આખો મામલોઃ જિલ્લાના માણિકપુર ચોકી વિસ્તારના કુભટ્ટા પાસે ગઈકાલે રાત્રે 4 વર્ષના માસૂમનો લોહીથી લથબથ મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકની ઓળખ મુડાપરના રહેવાસી અંશુ સારથી તરીકે થઈ છે. બાળકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફોરેન્સિક એક્સપર્ટ અને ડોગ સ્કવોડની ટીમ પણ રાત્રે જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ દરમિયાન માસૂમ અંશુના કપડામાંથી સૂંઘતો સ્નિફર ડોગ સીધો જ વસાહત તરફ દોડ્યો અને એક ઘરમાં ઘુસી ગયો. આ દરમિયાન ઘરમાં હાજર 11 વર્ષના છોકરાને જોઈને સ્નિફર ડોગ ભસવા લાગ્યો હતો. જે બાદ પોલીસે આરોપીને પકડી લીધો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ સગીરાએ 4 વર્ષના માસૂમની હત્યા કરી છે.