ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પહેલા ચાલતી ટ્રેનમાં કબડ્ડી ખેલાડી સાથે કર્યુ દુષ્કર્મ અને પછી ફોન પર કહ્યું... - kabaddi player raped In Bhiwani

હરિયાણાના ભિવાનીમાં ચાલતી ટ્રેનના ટોયલેટમાં સગીર વયની કબડ્ડી ખેલાડી સાથે દુષ્કર્મની (kabaddi player raped in train) સનસનાટીભરી (kabaddi player raped in Bhiwani) ઘટના સામે આવી છે. પીડિતાની માતાએ ભિવાનીના તોશામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (Rape Case In Bhiwani) નોંધાવી છે.

ચાલતી ટ્રેનમાં કબડ્ડી ખેલાડી સાથે કર્યુ દુંંષ્કર્મ, પછી ફોન પર આપી આ ધમકી
ચાલતી ટ્રેનમાં કબડ્ડી ખેલાડી સાથે કર્યુ દુંંષ્કર્મ, પછી ફોન પર આપી આ ધમકી

By

Published : Apr 26, 2022, 1:53 PM IST

ભિવાની:હરિયાણાના ભિવાનીમાં, ચાલતી ટ્રેનમાં સગીર વયની કબડ્ડી ખેલાડી સાથે દુષ્કર્મનો કિસ્સો (kabaddi player raped in train) પ્રકાશમાં (kabaddi player raped In Bhiwani) આવ્યો છે. પીડિતાની માતાની ફરિયાદ પર તોશામ પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં (Rape Case In Bhiwani) આવ્યો છે.

આ પણ વાંચો:gang rape : ઝારખંડના રાંચીમાં સગીર બાળકી પર થયો ગેંગરેપ

ચાલતી ટ્રેનના ટોયલેટમાં દુષ્કર્મ ગુજાર્યુ: સંબંધીઓનો આરોપ છે કે, ધનગર ગામનો રહેવાસી મોનુ તેની પુત્રીને ફેબ્રુઆરીમાં કબડ્ડીની તૈયારી માટે એકેડમીમાં એડમિશન અપાવવાના બહાને ઈન્દોર લઈ ગયો હતો. દીકરીને એકેડેમીનું વાતાવરણ પસંદ નહોતું તો બંને ટ્રેનમાં પરત ફરી રહ્યા હતા. રાત્રે લગભગ 12 વાગ્યાના અરસામાં આરોપીએ તેમની પુત્રીને નશો કરાવ્યો હતો. આ પછી ચાલતી ટ્રેનના ટોયલેટમાં દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

પુત્રીને મારી નાખવાની ધમકી:પીડિતાની માતાએ પહેલા કૈરુ પોલીસ ચોકીમાં ફરિયાદ કરી હંતી. પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, તેની મોટી દીકરી 12મા ધોરણમાં અભ્યાસ કરે છે. આ સિવાય તે કબડ્ડી પ્લેયર પણ છે. પીડિતાની માતાનો આરોપ છે કે આરોપીએ તેની પુત્રીને કોઈને ન કહેવાની ધમકી આપી છે. ઘણું પૂછ્યા પછી દીકરીએ તેને ઘટના વિશે જણાવ્યું. પીડિતાની માતાનો આરોપ છે કે કેસ નોંધાયા બાદ આરોપી તેને ફોન કરી રહ્યો છે અને તેની પુત્રીને મારી નાખવાની ધમકી (Bhiwani Crime News) આપી રહ્યો છે.

આ પણ વાંચો:Rape case in Valsad: પારનેરા ડુંગર પર પ્રેમી સાથે દર્શને ગયેલી પ્રેમિકા ઉપર અજાણ્યા શખ્સે આચર્યું દુષ્કર્મ

પરિવારે પોલીસ અધિક્ષકને ન્યાય માટે અરજી કરી: પીડિતાની માતાનું કહેવું છે કે, તોશામ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હોવા છતાં પોલીસે હજુ સુધી આરોપીની ધરપકડ કરી નથી. સાથે જ તેણે કેસની તપાસ કરી રહેલી મહિલા અધિકારી પર આરોપ લગાવ્યો છે કે તેની આરોપીઓ સાથે સાંઠગાંઠ છે. હવે પીડિતાના પરિવારે પોલીસ અધિક્ષકને ન્યાય માટે અરજી કરી છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ 19 એપ્રિલે રેપ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિત યુવતીનું મેડિકલ પણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details