બિહાર: બેગુસરાઈમાં આરોપીઓએ 13 વર્ષની કિશોરી પર દુષ્કર્મ કરીને તેની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ કિશોરીની હત્યાને આત્મહત્યાનું રૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રીના મોત બાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની આશંકા વ્યક્ત કરતા ફરિયાદ નોંધાવી હતી. જો કે હજુ સુધી એકપણ આરોપી પકડાયો ન હોવાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે.
કિશોરીની માતાનો આરોપ: ઘટના બેગુસરાયના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જ્યાં 13 વર્ષના કિશોરીની લાશ મળી આવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સ્થળ પર લોકોની ભીડ એકઠી થવા લાગી. બાળકીની માતાએ જણાવ્યું કે ઘટના સમયે તે બહિયારમાં ઘઉં કાપવા ગઈ હતી અને પુત્રી ઘરે એકલી હતી. માતાનો આરોપ છે કે આનો ફાયદો ઉઠાવીને બદમાશોએ તેની સાથે દુષ્કર્મ કર્યો અને પછી તેની હત્યા કરી.
આ પણ વાંચો:Surat Crime : સુરતમાં આધેડે બાળકીને અશ્લીલ વિડિયો બતાવી કર્યા અડપલા, પત્નીએ માર્યું મોઢા પર ચપ્પલ