હૈદરાબાદ: હૈદરાબાદ શહેરના નામપલ્લી વિસ્તારમાં એક 13 વર્ષની સગીર છોકરીનું કથિત રીતે અપહરણ, ડ્રગ્સ પીવડાવી અને તેના જાણીતા બે યુવકો દ્વારા દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. જેમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાળકીનું ચંચલાગુડા વિસ્તારમાં તેના ઘર નજીકથી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.(gang-raped in lodge for two days in Hyderabad ) તેણીને ફસાવીને નામપલીમાં એક લોજમાં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણીને બે દિવસથી વધુ સમય સુધી ડ્રગ પીવડાવી અને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાનું જાણાવમાં આવ્યું હતું.(rape with minor girl in hyderabad)
સગીરાના અપહરણ બાદ ડ્રગ્સ પીવડાવી આચર્યુ દુષ્કર્મ, બેની ઘડપકડ - ડ્રગ પીવડાવી અને દુષ્કર્મ કરવામાં આવ્યો
13 વર્ષની છોકરીનું ચંચલાગુડા વિસ્તારમાં તેના ઘર નજીકથી કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. તેણીને ફસાવીને નામપલીમાં એક લોજમાં લઈ જવામાં આવી હતી જ્યાં તેણીને બે દિવસથી વધુ સમય સુધી ડ્રગ પીવડાવી અને દુષ્કર્મ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું હતું. (rape with minor girl in hyderabad) હૈદરાબાદના ઓલ્ડ સિટીના દબીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ અત્યાચારની ઘટના બની હતી.(gang raped in lodge for two days in Hyderabad )
કારમાં બેસાડી લોજમાં લઈ ગયા: મંગળવારે સાંજે ચંચલગુડામાં એક બાળકી તેના બીમાર પિતા માટે દવા ખરીદવા ગઈ હતી. જ્યા પરિચિત વ્યક્તિઓએ તેની સાથે વાત કરી અને તેને કોઈ બહાને કારમાં બેસાડી લોજમાં લઈ ગયા જ્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતુ. બાળકીની માતાએ બુધવારે દબીલપુરા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો અને અપહરણનો કેસ નોંધવામાં આવ્યો હતો. સ્થાનિક અહેવાલો અનુસાર, માતાને ફોન પર જાણ કર્યા બાદ બુધવારે બાળકીને ગુનેગારો દ્વારા ચાદરઘાટ પુલ પર છોડી દેવામાં આવી હતી.
દબીરપુરા પોલીસે ગુનો નોંધ્યો: હૈદરાબાદના ઓલ્ડ સિટીના દબીલપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ દુષ્કર્મની ઘટના બની હતી. દુષ્કર્મ આચર્યા બાદ બંને યુવકો યુવતીને લોજ પર છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. યુવતીના માતા-પિતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ દબીરપુરા પોલીસે ગુનો નોંધ્યો હતો. બંને યુવકો પણ પીડિતાના જ વિસ્તારના હતા. બંને આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે બંને આરોપી પીડિતાના ઓળખીતા છે.