અમરાવતીઃ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીના જિલ્લામાં એક શરમજનક ઘટના સામે આવી છે. વાયએસઆર જિલ્લાના પ્રોડદાતુરમાં, એક યુવકે તેના 9 મિત્રો સાથે મળીને એક નાબાલિક છોકરી પર ઘણા મહિનાઓ સુધી વારંવાર દુષ્કર્મ (Andhra Pradesh Minor Girl Rape) કર્યુ હતું. આ ઘટના તાજેતરમાં ત્યારે સામે આવી જ્યારે યુવતી ગર્ભવતી (Andhra Pradesh Unmarried Girl Pregnant) બની હતી. આ બાબતની જાણ હોવા છતાં પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. કહેવામાં આવી રહ્યું છે કે, છોકરી ભીખ માંગે (Andhra Pradesh Beggar Girl Rape) છે. છોકરીના પિતા પણ આ જ રીતે ગુજરાન ચલાવે છે. તેની માતાનું ઘણા વર્ષો પહેલા અવસાન થયું હતું.
આ પણ વાંચો:ગુજરાતમાં પણ બની હૈદરાબાદ જેવી ઘટના, મુસ્લિમ યુવતીને મળ્યો 'લવ'માં લોસ્ટ
આ જ વિસ્તારમાં રહેતો એક યુવક જે દુકાનમાં કામ કરતો હતો. આરોપ છે કે, ચેમ્બુ નામના છોકરાએ તેના મિત્રો સાથે મળીને કેટલાક મહિનાઓ સુધી તેણીની સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આખરે તે ગર્ભવતી થઈ ત્યારે મામલો પ્રકાશમાં આવ્યો. આ ઘટના અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ સંબંધમાં, આ મહિનાની 4 તારીખે, મહિલા કોન્સ્ટેબલ મલ્લેશ્વરીએ પીડિતા સાથે વાત કરીને તમામ માહિતી એકત્ર કરી.