હૈદરાબાદઃજો તમારું બાળક ઓનલાઈન ગેમ રમે છે તો તમારા માટે આ સમાચાર છે. તાજેતરમાં જ એક નિવૃત્ત પોલીસ અધિકારીના પૌત્રે ઓનલાઈન ફ્રિફાયર ગેમ (Free Fire Game) રમતા 44 લાખ રૂપિયા ગુમાવ્યા. એવું કહેવામાં આવ્યું હતું કે, એક નિવૃત્ત પોલીસ અધિકારી હૈદરાબાદના અંબરપેટ વિસ્તારમાં રહે છે. તાજેતરમાં, તેમની પુત્રી ઘરે આવી, ત્યારબાદ તેના પુત્રએ તેના નાનાાના ફોન પર ફ્રીફાયર ગેમ ઇન્સ્ટોલ કરી હતી. પહેલા તેણે 1,500 રૂપિયાનું રોકાણ કરીને ગેમ રમી. આ પછી તે 10 હજાર રૂપિયા સાથે 60 વખત રમ્યો હતો.
આ પણ વાંચો:National Family Health Survey : જમ્મુ અને કાશ્મીરમાં સૌથી ઓછા થાય છે બાળ લગ્ન