નવી દિલ્હીઃ ગુરુવારે વિદેશ મંત્રાલયે કતારમાં મૃત્યુદંડ પામેલા પૂર્વ ભારતીય નૌસેના અધિકારીઓ વિશે માહિતી આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ અધિકારીઓની સજા મૃત્યુદંડમાંથી ઘટાડીને આજીવન કેદ કરી દેવાઈ છે. વિદેશ મંત્રાલયના નવ નિયુક્ત પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી જાહેર કરી હતી. તેમણે જણાવ્યું કે આ મામલે કાયદાકીય દસ્તાવેજો નવી દિલ્હીને મોકલી આપવામાં આવ્યા છે.
જો કે વિદેશ મંત્રાલયના પ્રવકતા રણધીર જયસ્વાલે ચુકાદા વિશે વિગતવાર માહિતી આપવાની ના પાડી હતી. સાપ્તાહિક મીડિયા બ્રીફિંગમાં પ્રવક્તાએ આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે કતારની કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેમણે આ કેસને સંવેદનશીલ ગણાવીને વધુ માહિતી આપવાની ના પાડી હતી.
28મી ડિસેમ્બરના રોજ કોર્ટ ઓફ અપીલ્સે એક ચુકાદો આપ્યો હતો. તે અગાઉ ભારતે એક પ્રેસ રિલીઝ જાહેર કરી હતી. જેમાં મૃત્યુદંડને બદલે આજીવન કેદની સજાની માંગણી કરવામાં આવી હતી. પ્રવક્તા વધુમાં જણાવે છે કે અમારી પાસે ગોપનીય અને કાયદાકીય દસ્તાવેજો છે. કાયદાની ટીમ આ દસ્તાવેજો સુધી પહોંચી શકે છે.
વિદેશ મંત્રાલય સતત કેદી પરિવારના સભ્યો અને કાયદા ટીમના સંપર્કમાં છે. કતારમાં કોર્ટે ઓફ અપીલે કાયદા ટીમને પોતાની કાર્યવાહી પૂરી કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. ગયા અઠવાડિયાની શરુઆતમાં વિદેશ મંત્રાલયે કતારમાં દહરા ગ્લોબલ મામલે એક નિવેદન જાહેર કર્યુ હતું.
આ નિવેદનમાં કોર્ટે ઓફ અપીલે દહરા ગ્લોબલ મામલે ભારતની માંગણી ધ્યાને લીધી હતી. જેમાં સજા ઘટાડવાની માંગણીનો સમાવેશ થાય છે. આગળનો ચુકાદા માટે કોર્ટ અને કાયદા ટીમ સતત સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, કતારમાં આપણા રાજદૂત અને અન્ય અધિકારી પરિવારના સભ્યો સાથે કોર્ટ ઓફ અપીલમાં હાજર રહ્યા હતા. આ આખા મામલે શરુઆતથી જ અમે પરિવારના સભ્યોની સાથે છીએ. આ મામલે કતારના અધિકારીઓને અવગત કરવા જરુરી છે. આ મામલો ગોપનીય અને કાયદા સાથે સંકળાયેલ હોવાથી તેના વિશે વધુ જાણકારી આપી શકાય નહીં.
- India and Qatar Agreement : કતારમાં સજા કાપી રહેલા ભારતીય નેવીના ભૂતપૂર્વ અધિકારીઓ પરત આવી શકશે, જાણો સમગ્ર મામલો...
- 8 પૂર્વ નૌ સૈનિકોને કતારે કરેલ મૃત્યુની સજાના વિરોધમાં ભારતે કરેલ અપીલ કતાર કોર્ટે સ્વીકારી છે