ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કેબિનેટના સંભવિત ચહેરાઓ પહોંચ્યા વડાપ્રધાન નિવાસ સ્થાને - ભારતીય જનતા પાર્ટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળ આજે વિસ્તરવા જઈ રહ્યું છે. ત્યારે સાંજે 6 વાગ્યે નવા પ્રધાનો શપથ લેશે અને મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ પહેલીવાર મંત્રીમંડળમાં ફેરફાર થવા જઇ રહ્યો છે ત્યારે ઘણા નવા ચહેરાઓને નવી કેબિનેટમાં તક મળી શકે છે.

કેબિનેટના સંભવિત ચહેરાઓ પહોંચ્યા વડાપ્રધાન નિવાસ સ્થાને
કેબિનેટના સંભવિત ચહેરાઓ પહોંચ્યા વડાપ્રધાન નિવાસ સ્થાને

By

Published : Jul 7, 2021, 2:08 PM IST

  • સંભવિત ચહેરાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM) નિવાસ સ્થાને પહોંચ્યા
  • ગૃહ પ્રધાન અમિત શાહ અને જે.પી. નડ્ડા પણ વડાપ્રધાનના નિવાસસ્થાને હાજર
  • કેન્દ્રીય પ્રધાન પરિષદમાં પ્રધાનોની સંખ્યા 81 થઇ શકે

નવી દિલ્હી: કેબિનેટ (union council of ministers) માં આજે (બુધવારે) સાંજે ફેરફાર અને વિસ્તરણ થયા પહેલા પ્રધાન પદના સંભવિત ચહેરાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM) નિવાસ સ્થાને પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah)અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના પ્રમુખ જેપી નડ્ડા (J P Nadda)પણ વડાપ્રધાનના નિવાસસ્થાને હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ CABINET EXPANSION: આજે પ્રથમ કેબિનેટ વિસ્તરણ, નેતાઓ પહોંચ્યા દિલ્હી

પ્રધાનના નિવાસસ્થાને હાજર પ્રધાનો

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના મહામંત્રી ભૂપેન્દ્ર યાદવ, મધ્ય પ્રદેશના રાજ્યસભાના સભ્ય જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના રાજ્યસભાના સભ્ય નારાયણ રાણે, અનુરાગ ઠાકુર, હરિયાણાના સિરસાના સાંસદ સુનિતા દુગ્ગલ, દિલ્હીથી ભાજપ સાંસદ મીનાક્ષી લેખી, ઉત્તરાખંડના સાંસદ અજય ભટ્ટ, કર્ણાટકના સાંસદ શોભા કરંડલાજે, મહારાષ્ટ્રના સાંસદ પ્રિતમ મુંડે, અપના દળ (એસ) ના અનુપ્રિયા પટેલ, લોક જનશક્તિ પાર્ટીના પારસ જૂથ પશુપતિ પારસ અને જનતા દળ (યુનાઇટેડ) ના આરસીપી સિંહ સહિત કેટલાક અન્ય. નેતાઓ સામેલ છે.

આ પણ વાંચોઃ New Ministry of Cooperation: પ્રધાનમંડળ વિસ્તરણ પહેલા મોદી સરકારએ બનાવ્યુ નવું મંત્રાલય

કેન્દ્રીય પ્રધાન પરિષદમાં પ્રધાનોની સંખ્યા 81 થઇ શકે

માનવામાં આવે છે કે વડાપ્રધાનને મળવા આવેલા તમામ નેતાઓ કોવિડ પ્રોટોકોલને પગલે રાષ્ટ્રપતિ ભવનના અશોક હોલમાં સાંજે છ વાગ્યે પદના શપથ ગ્રહણ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મે 2019 માં 57 પ્રધાનો સાથે વડાપ્રધાન તરીકેનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી પ્રથમ વખત કેન્દ્રીય પ્રધાન પરિષદમાં ફેરબદલ અને વિસ્તરણ કરવા જઇ રહ્યા છે. કુલ 53 પ્રધાનો છે અને નિયમો અનુસાર મહત્તમ સંખ્યા કેન્દ્રીય પ્રધાન પરિષદમાં પ્રધાનોની સંખ્યા 81 થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details