નવી દિલ્હીઃ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની લીડ બાદ લોકો સોશિયલ મીડિયા પર અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પણ એક ફની ટ્વિટ કર્યુ છે. કેન્દ્રીય મંત્રી ઈરાનીએ પોતાના ટ્વીટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફની સ્પીચ ટ્વીટ કર્યું છે. આમાં મોદી સંસદમાં બોલી રહ્યા છે અને વિપક્ષ પર પ્રહારો કરતાં તેઓ કહી રહ્યા છે કે એકલા મોદી જ બધાથી ચડિયાતા છે. આ દરમિયાન પીએમ મોદી પણ છાતી મારતા જોવા મળે છે.
એક વ્યક્તિ ઘણા લોકો પર ભારી પડી રહ્યો છે: પીએમે કહ્યું હતુ કે, 'દેશ જોઈ રહ્યો છે, દેશ જોઈ રહ્યો છે, એક વ્યક્તિ ઘણા લોકો પર ભારી પડી રહ્યો છે. રાજકારણની આ રમત રમતા લોકોમાં હિંમતનો અભાવ હોય છે, તેઓ બચવાના રસ્તા શોધતા રહે છે. મોદીનું આ ભાષણ રાષ્ટ્રપતિના અભિભાષણના જવાબ દરમિયાન આવ્યું હતું.
આજે ચાર રાજ્યોમાં આજે મતગણતરી થઈ રહી છે:કુલ પાંચ રાજ્યોની વિધાનસભા માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ચાર રાજ્યોમાં આજે મતગણતરી થઈ રહી છે. અત્યાર સુધી જે ટ્રેન્ડ સામે આવ્યા છે તેના આધારે કહી શકાય કે ત્રણેય રાજ્યોમાં ભાજપ આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની શકે છે. મિઝોરમમાં સોમવારે મતગણતરી છે. તમને જણાવી દઈએ કે આજે સાંજ સુધીમાં તમામ પરિણામો આવવાની આશા છે.
પીએમ મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી શકે છે:વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીની જીતની ઉજવણી કરવા માટે રવિવારે સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચી શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, જો ચૂંટણી પરિણામો પાર્ટીના પક્ષમાં આવે છે, તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે 6:30 વાગ્યા પછી પાર્ટીના મુખ્યાલય પહોંચીને પાર્ટી કાર્યકર્તાઓ સાથે વિજયની ઉજવણી કરી શકે છે અને કાર્યકર્તાઓ તેમજ જનતાનો આભાર માની શકે છે.
આ પણ વાંચો:
- કોંગ્રેસને બહુમતી મળી, તેલંગાણાના સીએમ કેસીઆર રેવંત રેડ્ડી સામે બે હજારથી વધુ મતોથી પાછળ
- PM મોદી સાંજે પાર્ટી હેડક્વાર્ટર પહોંચશે, કાર્યકરો સાથે જીતની ઉજવણી કરશેઃ સૂત્રો