ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઈંધણના વધતા ભાવ વચ્ચે હવાઈ યાત્રાના ભાવમાં વધારો કરવાની જરૂર છેઃ સ્પાઈસજેટ - હવાઈ યાત્રા મોંઘી થશે

સ્પાઇસજેટે કહ્યું છે કે, પેસેન્જર ભાડામાં (Air Travel Will Be Expensive) 10 થી 15 ટકાનો વધારો કરવો જરૂરી છે, કારણ કે, ઇંધણની કિંમતો સતત વધી રહી છે.

ઈંધણના વધતા ભાવ વચ્ચે હવાઈ યાત્રાના ભાવમાં વધારો કરવાની જરૂર છેઃ સ્પાઈસજેટ
ઈંધણના વધતા ભાવ વચ્ચે હવાઈ યાત્રાના ભાવમાં વધારો કરવાની જરૂર છેઃ સ્પાઈસજેટ

By

Published : Jun 16, 2022, 3:08 PM IST

નવી દિલ્હીઃ હવાઈ યાત્રા (Air Travel Will Be Expensive) ટૂંક સમયમાં મોંઘી થઈ શકે છે. પ્રાઈવેટ એરલાઈન સ્પાઈસજેટે (Private Airline SpiceJet) ઈંધણની વધતી કિંમતો અને ગગડતા રૂપિયા પર ચિંતા વ્યક્ત કરતા આ સંકેત આપ્યો છે. હકીકતમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવારે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)માં 16.3 ટકાનો વધારો કર્યો છે. કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભાડામાં 10 થી 15 ટકાનો વધારો કરવાની જરૂર છે.

આ પણ વાંચો:બિહારના બક્સરમાં અગ્નિપથ યોજનાનો વિરોધ, ઉમેદવારોએ રેલવે ટ્રેનમાં લગાવી આગ

હવાઈ યાત્રા મોંઘી થશે :સ્પાઈસ જેટના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અજય સિંહે ગુરુવારે જણાવ્યું હતું કે, ઈંધણના ભાવમાં વધારો અને રૂપિયાના અવમૂલ્યનને કારણે સ્થાનિક એરલાઈન્સ પાસે તાત્કાલિક હવાઈ ભાડામાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. સિંઘે એક નિવેદનમાં કહ્યું કે ઓપરેટિંગ ખર્ચ પોસાય તે માટે, ઓછામાં ઓછા 10 થી 15 ટકા હવાઈ ભાડામાં વધારો કરવો જરૂરી છે.

ઇંધણની કિંમતો સતત વધી રહી છે : કોરોના વાયરસ સંક્રમણના કારણે માર્ચ 2020 માં લાદવામાં આવેલા 2 મહિનાના લોકડાઉન પછી જ્યારે 25 મે 2020 ના રોજ હવાઈ સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી હતી, ત્યારે સરકારે ફ્લાઇટના સમયગાળાના આધારે સ્થાનિક હવાઈ ભાડાની ઓછી અને ઉચ્ચ મર્યાદા નક્કી કરી હતી. તે જ સમયે, આ વર્ષે 24 ફેબ્રુઆરીએ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઇંધણની કિંમતો સતત વધી રહી છે.

આ પણ વાંચો:બચી બાપથી મોત સાપથી, ચાર વર્ષની માસૂમ બાળકીની હ્રદય કંપાવી દેનારી કરૂણ ઘટના

એરક્રાફ્ટ ઇંધણની કિંમતમાં 120 ટકાથી વધુનો વધારો થયો : સિંહે કહ્યું કે, 'જૂન 2021થી, એરક્રાફ્ટ ઇંધણની કિંમતમાં 120 ટકાથી વધુનો વધારો થયો છે. કિંમતોમાં થયેલો આ જંગી વધારો ટકાઉ નથી અને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એરક્રાફ્ટ ઈંધણ પર ટેક્સ ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. અમે છેલ્લા કેટલાક મહિનામાં આ ઈંધણના ભાવ વધારાનો મહત્તમ બોજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે અમેરિકી ડોલર સામે ભારતીય ચલણ નબળું પડવાથી એરલાઈન્સને પણ ઘણી અસર થઈ છે.

ABOUT THE AUTHOR

...view details