ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બર્મિનથી ઉધમપુર જઈ રહેલી મિની બસ પડી ખાડામાં, 15થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત - મીની બસ ખાડામાં પડી

બર્મિનથી ઉધમપુર જઈ રહેલી મિની બસ (A mini bus going from Bermin to Udhampur fell into a ditch) રસ્તા પરથી લપસીને મસૂરીમાં ખીણમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

બર્મિનથી ઉધમપુર જઈ રહેલી મીની બસ પડી ખાડામાં, 15 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત
બર્મિનથી ઉધમપુર જઈ રહેલી મીની બસ પડી ખાડામાં, 15 થી વધુ લોકો થયા ઈજાગ્રસ્ત

By

Published : Aug 6, 2022, 10:35 AM IST

શ્રીનગર:બર્મિનથી ઉધમપુર જઈ રહેલી મીની બસ રસ્તા (A mini bus going from Bermin to Udhampur fell into a ditch) પરથી લપસીને મસૂરીમાં ખીણમાં પડી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. અત્યાર સુધીમાં 15 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. ઉધમપુર જિલ્લાના બરમીન વિસ્તારમાં આજે સવારે 7:00 વાગ્યે એક મિની બસ દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. જેમાં 15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ મિની બસ પ્યુબરમીનથી ઉધમપુર તરફ આવી રહી હતી.

આ પણ વાંચો:મુંબઈની વાડિયા હોસ્પિટલના ઑપરેશન થિયેટરમાં લાગી આગ

15 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા :ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવતાં બસ લપસીને ખાડામાં પડી હતી. 15 ઈજાગ્રસ્તોમાંથી 12 શાળાના વિદ્યાર્થીઓ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, રોડ બગડવાના કારણે દરરોજ આવા અકસ્માતનો ભય રહે છે.

આ પણ વાંચો:નેપાળમાં 5.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ

ABOUT THE AUTHOR

...view details