- બાજરી, જુવાર અને રાજગરાના લોટ વિશે જાણો
- મિલેટ્સ- ધાન્ય શ્રેણીના આ ખોરાક છે ખૂબ આરોગ્યવર્ધક
- જાણો આ ધાન્યના લોટની ન્યૂટ્રિશિયન વેલ્યૂ વિશે
અમદાવાદઃ આપણે ત્યાં ગુજરાતમાં બાજરી, જુવાર સહિતના અન્ય ધાન્ય પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે માનવ દ્વારા ખેતી કરતાં પહેલા સદીઓથી આફ્રિકામાં બાજરી જંગલોમાં ઉગતી રહી હતી! પોષક તત્વોથી સમૃદ્ધ હોવા ઉપરાંત, તે ઠંડા, શુષ્ક પ્રદેશોમાં સારી રીતે ઉગે છે અને વાવેતરના 70 દિવસની અંદર લણણી કરી શકાય છે. દુનિયાના અનેક દેશોમાં તેની ખેતી થાય છે જેમાં મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને યુરોપ ખંડના દેશોમાં કરવામાં આવે છે. બાજરી વિશ્વના ઘણા આહારમાં મુખ્ય અનાજ બની ગઈ છે.
બાજરીમાંથી તમને શું મળે છે?
રાંધેલી બાજરીનો એક કપ આશરે 207 કેલરી, 6 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ ડાયેટરી ફાઇબર, અને 2 ગ્રામ કરતાં ઓછી ચરબી અને પુષ્કળ ખનીજો અને વિટામિન પૂરા પાડે છે. બાજરીમાંથી રાગી-નાચણી અને અન્ય પ્રકારના લોટ પણ ઉપલબ્ધ બને છે. જો તમે તંદુરસ્ત લોટ શોધી રહ્યાં છો તો શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે પણ તો રાગીનો લોટ એક સંપૂર્ણ સ્વાસ્થ્યપ્રદ પસંદગી છે. રાગી (નાચની) તરીકે પણ ઓળખાય છે, તે એક અજાયબી ભર્યો લોટ કહી શકાય કેમ કે તેં કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, નિયાસિન, થાઇમિન અને એમિનો એસિડનો ભંડાર કહેવાયો છે. આ અજાયબીભર્યો લોટ એનિમિયાની સારવાર માટે અને સ્નાયુઓને ડાયાબિટીસના નિયંત્રણમાં સુધારવામાં મદદ કરે છે. બાજરીનો લોટનો ઉપયોગ મોટેભાગે રોટલી, ડોસા, કૂકીઝ, બિસ્કિટ બનાવવા માટે થાય છે. રોટલીના સ્વાદ અને સ્વાસ્થ્યમૂલક તત્વો વધારવા માટે તેને ઘઉંના લોટમાં પણ ભેળવવામાં આવે છે.
આ પણ વાંચોઃ પેટ સારું રહે તે માટે પ્રિ અને પ્રોબાયોટિક ફૂડ
જુવારનો લોટ
જુવારનો લોટ પણ મજબૂત વિક્લપ છે.જેનો સ્વાદ અન્ય સ્વાદિષ્ટ વાનગીઓને સંપૂર્ણ સ્વાદ આપે છે. વિટામિન બી 12, થાઇમિન, વિટામિન એ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર સામગ્રીની ગુણોથી સમૃદ્ધ આ લોટ લોહીના પ્રવાહ, કોષોના વિકાસ અને વાળના વિકાસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે ડાયાબિટીસના દર્દીઓ માટે સારો છે અને પાચનમાં સુધારવામાં મદદ કરે છે. કબજિયાતથી રાહત આપે છે. જુવાર કુદરતી રીતે ધાન્યના લોટમાં રહેલું કુદરતી ગ્લુટન મુક્ત અનાજ છે જે તેની એલર્જી ધરાવનારા લોકો માટે એક મોટો વિકલ્પ ધરી આપે છે.
મોતીબાજરી-બાજરાનો લોટ
ગરમ હવામાન ધરાવતાં દેશોમાં ઉગતી બાજરીનો લોટ વિટામિન્સ અને ખનીજોનો પાવરહાઉસ હોય છે. ઘણે ઠેકાણે મોતી બાજરી તરીકે ઓળખાતી બાજરીના લોટમાં પ્રોટીન, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરેલા હોય છે. તે વિટામિન ઇ, વિટામિન બી સંકુલ, નિયાસિન, થાઇમિન અને રાઇબોફ્લેવિનનો સમૃદ્ધ સ્રોત પણ છે. હૃદયરોગની ફરિયાદોવાળા લોકો માટે તે ખૂબ જ ઉપકારી છે કારણ કે તે કોલેસ્ટરોલ અને બ્લડ પ્રેશર ઘટાડે છે.બાજરીનો લોટ લોટ થોડો સૂકાઈ જતો હોય છે તેથી તેને ખાતી વખતે રોટલામાં ઘી ચોપડવાનું સૂચન કરવામાં આવે છે.