બરેલીઃઉત્તરપ્રદેશમાં મિલિટરી ઈન્ટેલિજન્સે નકલી આર્મી ઓફિસરની ધરપકડ (Fake army officer arrested in bareli) કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી વિદેશી ચલણ સાથે આર્મીનું નકલી આઈ કાર્ડ, આર્મી યુનિફોર્મમાં ફોટા મળી આવ્યા છે. મિલિટરી ઈન્ટેલિજન્સ અને પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીના 6 બેંક એકાઉન્ટ છે, જેમાં દર મહિને હજારો રૂપિયા આવતા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા તેની તપાસ આર્મી અને પોલીસ કરી રહી છે.
લો બોલો, યુપીમાં નકલી આર્મી ઓફિસરની ધરપકડ, સેનાનું આઈકાર્ડ પણ મળી આવ્યુ આ પણ વાંચોઃઅસંખ્ય વિવાદો બાદ દેવેન્દ્ર ફડણવીસે બિલ્કીસ બાનો કેસનો ઉલ્લેખ કર્યો
કેન્ટ ઈન્સ્પેક્ટર રાજીવ કુમાર સિંહે જણાવ્યું કે, આરોપી સુનીલ યાદવ વિરુદ્ધ કેન્ટ પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ દહેજનો કેસ નોંધાયેલો છે, જે તેની પત્નીએ નોંધાવ્યો છે. આરોપી પાસેથી નકલી આર્મી આઈડી કાર્ડ, નકલી આધાર કાર્ડ, નેપાળ ચલણ મળી આવ્યું છે. આરોપી ફેસબુક પર આર્મી યુનિફોર્મ પહેરીને ફોટો પાડતો હતો અને પોતાને આર્મી ઓફિસર (Military intelligence arrested fake army officer ) ગણાવતો હતો. તેણે કહ્યું કે, ફેસબુક પરથી મળેલી માહિતી પરથી જ તેની પોલ ખુલી છે. મિલિટરી ઈન્ટેલિજન્સે આરોપીની પૂછપરછ હાથ ધરી છે. આરોપીઓ પાસે 6 બેંક એકાઉન્ટ છે, જેમાં પૈસા આવતા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા તેની માહિતી માંગવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃપીએમ મોદીના કાર્યક્રમ અને ગણેશ ચતુર્થી માટે કેબિનેટ બેઠકમાં ચર્ચા
મિલિટરી ઈન્ટેલિજન્સે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આરોપી સુનીલ યાદવ ઉર્ફે શિવા ફિરોઝાબાદ જિલ્લાના વિજયપુર ભીખાનપુર ગામનો રહેવાસી છે અને ઉત્તરાખંડના દેહરાદૂનમાં NCCમાં ફોલોઅર તરીકે કામ કરે છે.આરોપી સુનિલે આર્મી ઓફિસર હોવાનો ઢોંગ કરીને 2 લગ્ન પણ કર્યા છે. મિલિટરી ઈન્ટેલિજન્સે બુધવારે કોર્ટની બહારથી તેની ધરપકડ કરી છે. આરોપી પાસેથી વિદેશી ચલણની સાથે સેનાનું નકલી આઈ-કાર્ડ પણ મળી આવ્યું છે. દહેરાદૂન ઉત્તરાખંડ નામના કાર્ડ પર સિગ્નલ 3 GTR લખાયેલું છે, જે મિલિટરી ઈન્ટેલિજન્સની તપાસમાં નકલી હોવાનું જાણવા મળ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું છે કે, સુનીલે નકલી આઈ-કાર્ડ દ્વારા સેનાની સુરક્ષાનો ભંગ કર્યો છે. પાકિસ્તાનના જેસલમેરમાં સ્થિત માતા મંદિરના વીડિયોની સાથે ચેકપોસ્ટ પાસે તેના ફેસબુક પર આર્મી યુનિફોર્મમાં ફોટા પણ જોવા મળ્યા છે.