ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વચ્ચે ઘર્ષણ, 3 જવાનો શહીદ, બે આતંકવાદીઓ ઠાર - Encounter In Jammu Kashmir

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ (Encounter In Jammu Kashmir) થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, એન્કાઉન્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા (Militants Killed In Encounter) છે. આ ઉપરાંત, આતંકીઓ સામે લડતા 3 જવાનો પણ શહીદ થયા છે.

TWO MILITANTS KILLED NEAR ARMY CAMP IN RAJOURI
TWO MILITANTS KILLED NEAR ARMY CAMP IN RAJOURI

By

Published : Aug 11, 2022, 7:53 AM IST

Updated : Aug 11, 2022, 8:11 AM IST

જમ્મુ અને કાશ્મીર : રાજૌરીમાં આજે વહેલી સવારે આતંકવાદીઓ સાથે અથડામણ થઈ (Encounter In Jammu Kashmir) હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રાજૌરીના દરહાલ વિસ્તારના પરગલમાં કોઈએ આર્મી કેમ્પની વાડને ઓળંગવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, મુઠભેડ થઈ હતી જેમાં 3 જવાનો શહીદ થયા છે. આ સાથે, 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા (Militants Killed In Encounter) હતા.

આ પણ વાંચો :જમ્મુ-કાશ્મીરના બડગામ એન્કાઉન્ટરમાં LeTના ત્રણ આતંકવાદીઓ ઘેર્યા

બન્ને તરફથી ગોળીબાર :ન્યૂઝ એજન્સી ANI અનુસાર, રાજૌરીના દરહાલ વિસ્તારના પરગલમાં કોઈએ સેનાના કેમ્પની વાડને પાર કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, બન્ને તરફથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં બે આતંકીઓ માર્યા ગયા હતા.

આ પણ વાંચો :જમ્મુમાં કાશ્મીરી પંડિતોના ઘરો પર ફેંકાયા બોમ્બ, સુરક્ષામાં કરાયો વધારો

સર્ચ ઓપરેશન હાથ ધરાયું : એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું હતું કે, દર્હાલ પોલીસ સ્ટેશનથી 6 કિમી દૂર વધારાની ટીમો મોકલવામાં આવી છે. જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા અને સેનાના 2 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. હાલ, વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

બુધવારે ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા :આ પહેલા બુધવારે બડગામમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા. માર્યા ગયેલા આતંકવાદીઓ લશ્કરના હતા. તેમાં લતીફ રાથર પણ હતો. લતીફ કાશ્મીરી પંડિત રાહુલ ભટ્ટની હત્યામાં સામેલ હતો. સુરક્ષાદળો લાંબા સમયથી તેને શોધી રહ્યા હતા. લતીફ 10 વર્ષથી સક્રિય હતો. તે 2012માં શ્રીનગર હાઈવે હુમલામાં પણ સામેલ હતો. જેમાં 8 જવાનો શહીદ થયા હતા.

Last Updated : Aug 11, 2022, 8:11 AM IST

ABOUT THE AUTHOR

...view details