ગોવા : ગોવાના કિનારે નિયમિત ઉડાન દરમિયાન મિગ-29કે ફાઈટર જેટ (MIG 29K Crashed) દરિયામાં ક્રેશ થયું છે. બેઝ પર પાછા ફરતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ અને ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું છે. પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. પાયલોટની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. ભારતીય નૌકાદળની પુષ્ટિ કરી છે. ભારતીય નૌકાદળના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાના કારણની તપાસ કરવા માટે તપાસ બોર્ડને (BOI) આદેશ આપવામાં આવ્યો છે.
ટેક્નિકલ ખામી સર્જાતા ગોવામાં MiG 29K ફાઇટર પ્લેન થયું ક્રેશ - મિગ 29કે ફાઈટર જેટ
MiG-29K ફાઇટર પ્લેન (MIG 29K Crashed) ગોવાના દરિયાકાંઠે નિયમિત ઉડાન દરમિયાન દરિયામાં ક્રેશ થયું છે. બેઝ પર પાછા ફરતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ અને ફાઈટર પ્લેન ક્રેશ થઈ ગયું. પાયલોટને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો છે. ભારતીય નૌકાદળે પુષ્ટિ કરી છે.
ટેક્નિકલ ખામી સર્જાતા ગોવામાં MiG 29K ફાઇટર પ્લેન થયું ક્રેશ
ગોવામાં MIG 29K થયું ક્રેશ :પ્રારંભિક માહિતી અનુસાર આ વિમાન તેના બેઝ પર પરત ફરી રહ્યું હતું. ત્યારબાદ પ્લેનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ તરત જ બહાર નીકળી ગયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિમાનમાં શું ખામી હતી, જેના કારણે તે ક્રેશ થયું તેની માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.