- એક્સ-ક્લાઉડ સેવાથી સ્ટ્રિમિંગ ગેમના એક્સેસ મેળવી શકાશે
- પ્રથમ વખત વિન્ડોઝ PC પર એક્સ-ક્લાઉડ સ્ટ્રિમિંગ પણ લાવશે
- એક્સ-બોક્સ કન્સોલ કમ્પેનિયન એપ્લિકેશનને સપોર્ટ કરતું નથી
નવી દિલ્હી : માઇક્રોસોફ્ટ આધુનિક ટેકનોલોજી સાથે આગળ વધવાના ભાગરૂપે નવા નવા પ્રોયોગો કરવા માટે જાણીતી છે. વિન્ડોઝ PC(પર્સનલ કમ્યુટર્સ) માટે પોતાના એક્સબોક્સ ગેમ સ્ટ્રિમિંગ એપને આખરી ઓપ આપી રહ્યું છે.
એક્સ-બોક્સ કન્સોલ કમ્પેનિયન એપ્લિકેશનને સપોર્ટ કરતું નથી
આ એપ્લિકેશનમાં વપરાશકર્તાઓ કંપનીની એક્સ-ક્લાઉડ સેવાથી સ્ટ્રિમિંગ ગેમના એક્સેસ મેળવી શકે છે. હાલમાં ગેમને આ નવી 'એક્સબોક્સ' એપ્લિકેશન સાથે વિન્ડોઝ PC પર સ્ટ્રિમ કરી શકાતી નથી, કારણ કે, તે હાલની એક્સ-બોક્સ કન્સોલ કમ્પેનિયન એપ્લિકેશનને સપોર્ટ કરતું નથી.
PC પર એક્સ-ક્લાઉડ સ્ટ્રિમિંગ પણ લાવશે
'ધ વર્જ' માં પ્રકાશિત એક અહેવાલ મુજબ આ નવી એપ્લિકેશન વિન્ડોઝ વપરાશકર્તાઓને એક્સ-બોક્સ સિરિઝ S/R કન્સોલ અને એક્સ-ક્લાઉડથી ગેમને સ્ટ્રિમ કરવાની મંજૂરી આપશે. આ એપ્લિકેશન, પ્રથમ વખત વિન્ડોઝ PC પર એક્સ-ક્લાઉડ સ્ટ્રિમિંગ પણ લાવશે.
1080 pixel સ્ટ્રિમ તૈયાર કરી રહ્યું છે માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટ વિન્ડોઝ PC પરના અનુભવને સુધારવા માટે 720 pixelને બદલે એક્સ-ક્લાઉડ માટે 1080 pixel સ્ટ્રિમ તૈયાર કરી રહ્યું છે. માઇક્રોસોફ્ટ એપ્રિલ મહિનામાં ગેમિંગ માટે એક ઇવેન્ટ યોજશે. જેમાં કંપની વેબ અને IOS માટેના એક્સ-ક્લાઉડ યોજનાઓ સાથે સંબંધિત જાહેરાત પણ કરી શકે છે.
એક્સ-ક્લાઉડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં માઇક્રોસોફ્ટ દ્વારા તેની ગેમ સ્ટ્રિમિંગ સેવા - વેબ અને PC બ્રાઉઝર્સ દ્વારા IOS અને આઈપોડ માટે એક્સ-ક્લાઉડનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કર્યું છે. એપલના પ્રતિબંધને લીધે કંપની એપ સ્ટોર પર તેની એક્સ-ક્લાઉડ સેવાને શરૂ કરવા માટે અસમર્થ છે. તેથી જ કંપનીએ જાહેરાત કરી કે તે સફારી દ્વારા ગેમ સ્ટ્રિમિંગ સેવાને IOS પર બહાર પાડશે.