- તમિળનાડુ ફોરેન્સિક સાયન્સ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
- ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાનીમાં ટીમ કરશે તપાસ
- કુન્નુરના કેટરી નજીક હેલિકોપ્ટર ક્રેશ સાઇટ પર તપાસ શરુ
નીલગિરિ (તમિલનાડુ): તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ (Tamil Nadu forensic department team) ડાયરેક્ટર શ્રીનિવાસનની આગેવાની હેઠળ ગુરુવારે તમિળનાડુના કુન્નુરમાં કેટરી નજીક હેલિકોપ્ટર ક્રેશ સાઇટ (Mi-17V5 Bipin Rawat chopper crash)પર પહોંચી હતી.
IAF Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતાં જનરલ રાવત
ગઈકાલે આ સ્થળ પર બપોરના સમયે હેલિકોપ્ટર દુર્ઘટનામાં Mi-17V5 Bipin Rawat chopper crash) ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમની પત્ની મધુલિકા રાવત અને અન્ય 11 લોકોના મોત (Demise of Gen. Bipin Rawat) થયા હતાં.તેઓ IAF Mi-17V5 હેલિકોપ્ટરમાં સવાર હતાં. અગાઉના દિવસે ભારતીય વાયુસેના (IAF) વડા, એર ચીફ માર્શલ વીઆર ચૌધરી, તમિલનાડુ ડીજીપી સી સિલેંદ્ર બાબુ સાથે સ્થળ પર પહોંચ્યાં હતાં. જનરલ રાવત સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યા હતાં ત્યારે કુન્નુર પાસે બુધવારે તેમનું હેલિકોપ્ટર ક્રેશ (CDS chopper crash) થયું હતું.