- દેશના સ્વતંત્રતા દિવસ પર પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ નહીં કરી શકાય
- કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને પ્લાસ્ટિકના ઝંડાનો ઉપયોગ ન કરવા કર્યો નિર્દેશ
- પ્લાસ્ટિકમાંથી બનેલા તિરંગાનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવો એ વ્યવહારિક સમસ્યા છે
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ (Independence Day) સમારોહ પહેલા કેન્દ્રએ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા માટે કહ્યું હતું કે, લોકો પ્લાસ્ટિકના રાષ્ટ્રીય ઝંડાનો ઉપયોગ ન કરે. કારણ કે, આ પ્રકારની સામગ્રીથી બનેલા તિરંગાને યોગ્ય નિકાલ સુનિશ્ચિત કરવા એક વ્યવહારિક સમસ્યા છે.
આ પણ વાંચો-લાલ કિલ્લા પર ઓલિમ્પિકની ભારતીય ટીમ સ્વતંત્રતા દિવસે ખાસ મહેમાન બનશે, ખેલાડીઓને મળશે વડાપ્રધાન
રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓ અને પ્રતિનિધિત્વ કરે છે એટલે હંમેશા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન થવું જોઈએ
કેન્દ્રિય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પત્રમાં કહ્યું છે કે, રાષ્ટ્રીય ધ્વજ દેશના લોકોની આશાઓ, આકાંક્ષાઓ અને પ્રતિનિધિત્વ કરે છે. આ માટે હંમેશા રાષ્ટ્રીય ધ્વજનું સન્માન થવું જોઈએ. પત્રમાં વધુમાં લખ્યું છે કે, રાષ્ટ્રીય ધ્વજ માટે તમામના મનમાં સ્નેહ, સન્માન અને વફાદારી છે. પછી પણ રાષ્ટ્રીય ધ્વજના પ્રદર્શન પર લાગુ થનારા કાયદાઓ અને પરંપરાઓના સંબંધમાં લોકોની સાથે સાથે સહકારના સંગઠનો, એજન્સીઓ વચ્ચે જાગૃકતાની એક સ્પષ્ટ કમી જોવા મળી છે.