સોલાપુર: મહારાષ્ટ્રના સોલાપુરના અક્કલકોટ રોડ MIDC ખાતે આવેલી સોલાપુર ગુજરાત રબર ફેક્ટરીમાં બુધવારે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ આગમાં કરોડો રૂપિયાનું રબર બળીને રાખ થઈ ગયું છે. ગુજરાત રબર ફેક્ટરી ટુ વ્હીલર અને ફોર વ્હીલર કંપનીઓના ટાયર માટે રબરની નિકાસ કરતી હતી. અક્કલકોટ રોડ MIDCમાં લાગેલી આગ લગભગ 5 કિલોમીટર સુધી દેખાઈ રહી હતી.
આ પણ વાંચો:Ishika sharma murder case: યુટ્યુબર ઈશિકા શર્મા કેસમાં થયો મોટો ખુલાસો, એકતરફી પ્રેમમાં થઈ હત્યા
આગ લાગવાનું કારણ અક્કબંઘ: રાત્રે 1:30 વાગ્યાની આસપાસ લાગેલી આગ સવારે 6:30 વાગ્યા સુધી ધૂંધળી રહી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે. સોલાપુર મ્યુનિસિપાલિટી, MIDC, NTPC, અક્કલકોટ સિટી, બાર્શીથી 50 ફાયર એન્જિન બોલાવવા છતાં પણ આગ પર કાબૂ મેળવી શકાયો નથી. આ આગના કારણે નજીકની ફેક્ટરીઓ ખાલી કરાવવામાં આવી હતી.